For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી રાફેલ પરીક્ષા છોડી પંજાબ ભાગ્યા: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ મુદ્દે પીએમ મોદીને ઘેરવા માટે કોઈ પણ મોકો નથી છોડી રહ્યા. તેઓ સતત પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ મુદ્દે પીએમ મોદીને ઘેરવા માટે કોઈ પણ મોકો નથી છોડી રહ્યા. તેઓ સતત પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ પીએમ મોદીના પંજાબ પ્રવાસ પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે પીએમ મોદી સંસદ અને પોતાની રાફેલ પરીક્ષા છોડીને પંજાબ લવલી પ્રોફેશનલ યુનિવર્સીટીમાં વિધાર્થીઓને લેક્ચર આપવા પહોંચી ગયા છે. એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ વિધાર્થીઓને પીએમ મોદી પાસે 4 સવાલ પૂછવા માટે પણ કહ્યું છે.

આ પણ વાંચો: રાફેલ પર રાહુલ ગાંધીએ પીએમ મોદીને સામસામે બેસીને ડિબેટનો આપ્યો પડકાર

પ્રધાનમંત્રી લવલી યુનિવર્સીટી ભાગી ગયા

પ્રધાનમંત્રી લવલી યુનિવર્સીટી ભાગી ગયા

રાહુલ ગાંધીએ પીએમના પંજાબ પ્રવાસ પર એક પછી એક ઘણા ટવિટ કર્યા. રાહુલ ગાંધીએ ટવિટ કરીને કહ્યું કે એવું લાગી રહ્યું છે કે પીએમ મોદી સંસદ અને પોતાની રાફેલ પરીક્ષા છોડીને પંજાબ લવલી પ્રોફેશનલ યુનિવર્સીટીમાં વિધાર્થીઓને લેક્ચર આપવા પહોંચી ગયા છે. હું વિધાર્થીઓને અનુરોધ કરું છું કે તેઓ મારા ઘ્વારા કાલે પૂછવામાં આવેલા 4 પ્રશ્નોના જવાબ પીએમ મોદી પાસેથી લે. તેની સાથે રાહુલ ગાંધીએ પીએમ મોદી માટે સાગર સવાલો પણ ટવિટ કર્યા. ધ્યાન આપવા જેવી બાબત છે કે પીએમ મોદી પંજાબના જાલંધરમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સીટીમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. તેની સાથે સાથે તેઓ ગુરુદાસપુરમાં એક ચૂંટણી રેલીને પણ સંબોધિત કરશે.

રાફેલ પર રાહુલ ગાંધીના સવાલ

રાફેલ પર રાહુલ ગાંધીના સવાલ

સવાલ 1: 126 વિમાનને બદલે 36 વિમાનની જરૂર કેમ?
સવાલ 2: 560 કરોડ પ્રતિ વિમાનને બદલે 1600 કરોડ પ્રતિ વિમાન કેમ?
સવાલ 4: એચએએલ જગ્યા પર એએ કેમ? શુ તેઓ (મોદી) જવાબ આપવા માટે આવશે કે પ્રતિનિધિ મોકલશે?

ત્રીજા સવાલ પર રાહુલ ગાંધી ટ્રોલ થયા

રાહુલ ગાંધીએ જયારે પ્રધાનમંત્રી માટે સવાલ ટવિટ કર્યા ત્યારે તેમને પહેલો, બીજો અને પછી ચોથો સવાલ ટવિટ કર્યો અને ત્રીજો સવાલ તેઓ ભૂલી ગયા, જેને કારણે ભાજપના નેતાઓ તેમને ટ્રોલ કરવા લાગ્યા. પરંતુ ત્યારપછી રાહુલ ગાંધીએ ત્રીજો સવાલ પણ લખ્યો. આગળની ટવિટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, મિસિંગ સવાલ 3, મેં પ્રશ્ન રોક્યો હતો કારણકે મેડમ સ્પીકરે કહ્યું હતું કે કોઈ ગોવા ટેપ પર વાત નહીં કરે. ત્યારપછી તેમને ત્રીજા સવાલ વિશે જણાવ્યા કહ્યું કે, મોદીજી કૃપા કરીને જણાવો કે પર્રિકરજી રાફેલ ફાઈલ પોતાના બેડરૂમમાં કેમ રાખે છે અને તેમાં શુ છે?

English summary
Rahul Gandhi says PM Fled Parliament To Lecture Lovely University Students in punjab
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X