રાહુલ ગાંધીએ પીએમ મોદીને આર્થિક મંદીને પહોંચી વળવા માટે આપ્યો આઈડિયા
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્ય રાહુલ ગાંધીએ શુક્રવારે મોદી સરકાર પર આર્થિક મંદી માટે નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે સરકાર અર્થવ્યવસ્થા વિશે અજાણ છે. રાહુલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને સલાહ આપતા કહ્યુ કે આ સમસ્યાને ઉકેલવા માટે તેમણે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના જારી ઘોષણાપત્રમાંથી વિચારો ચોરવા જોઈએ.
રાહુલ ગાંધીએ સરકાર પર હુમલો એક મીડિયા રિપોર્ટના આધારે કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારઓમાં ખપત શહેરી ખપતથી ઝડપી હોય છે. પરંતુ આ ત્રિમાસિકમાં આ ટ્રેન્ડ પલટાઈ ગયો. ગ્રામીણ વિસ્તારોમાં ખપત સપ્ટેમ્બરના ત્રિમાસિકમાં છેલ્લા સાત વર્ષોમાં સૌથી ઓછી થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરે લખ્યુ કે ગ્રામીણ ભારત ગંભીર સંકટમાં છે. અર્થવ્યવસ્થા ડૂબી ગઈ છે અને સરકાર આના વિશે અજાણ છે કે શું કરવાનુ છે. પ્રધાનમંત્રી અને નાણામંત્રીએ કોંગ્રેસના ઘોષણાપત્રમાંથી વિચાર ચોરી કરવા જોઈએ, જેમાં અમે અર્થવ્યવસ્થાના સંકટથી નિપટવા માટે વિસ્તૃત યોજના રજૂ કરી હતી.