‘પીએમ મોદી વાયુસેનાના પૈસા છીનવીને પોતાના દોસ્ત અંબાણીને આપી રહ્યા છે'
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઝારખંડના રાંચીમાં શનિવારે જનસભાને સંબોધિત કરી. રાહુલે પરિવર્તન ઉલગુલાન રેલીને સંબોધિત કરીને પીએમ મોદી પર તગડો હુમલો કર્યો. રાહુલે પીએમ મોદી પર હુમલો કરીને કહ્યુ કે ભારતીય વાયુસેના દેશની સુરક્ષા કરી રહી છે. એરફોર્સના પાયલટ દેશ માટે જીવ કુરબાન કરી રહ્યા છે. પરંતુ આપણા પ્રધાનમંત્રી વાયુસેનાના પૈસા છીનવીને પોતાના દોસ્ત અનિલ અંબાણીના પોકેટમાં નાખી રહ્યા છે.
|
‘ચોકીદારે આખા દેશને બદનામ કર્યો'
રાહુલ ગાંધીએ કહ્યુ કે એક ચોકીદારે આખા દેશને બદનામ કરી દીધો. પરંતુ બધા લોકો જાણે છે કે જ્યારે ‘ચોકીદાર ચોર છે'નો નારો ચાલે છે ત્યારે નરેન્દ્ર મોદીજીની વાત ચાલી રહી છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસ જમીન અધિગ્રહણ બિલ, પીઈસીએ અને ટ્રાઈબલ રાઈટ એક્ટ બિલ લઈને આવી જેથી આદિવાસીઓની જમીન ના છીનવી શકાય. તેમણે આગળ કહ્યુ કે જળ, જંગલ, જમીન આદિવાસીઓની છે અદાણી કે અંબાણીની નહિ.
|
‘મોદીએ ખેડૂતો, આદિવાસીઓને અને મજૂરોના પૈસા પણ છીનવ્યા'
રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યારે હું કહુ છુ કે ચોકીદાર ચોર છે. દરેક જણ જાણે છે કે હું નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યો છુ. આ ચોકીદારે રાફેલ ડીલમાં વાયુસેનના પૈસા ચોરી લીધા તેમજ તેમણે ખેડૂતો, આદિવાસીઓ અને મજૂરોના પૈસા પણ ચોરી લીધા છે. તેમણે પીએમ મોદી પર હુમલો કરતા કહ્યુ કે આ બધા ચોરોના નામ મોદી કેમ છે? લલિત મોદી, નીરવ મોદી, નરેન્દ્ર મોદી.
|
‘દરેક ગરીબના ખાતામાં નાખશે પૈસા'
રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યારે તેમની સરકાર સત્તામાં આવશે તો તે દરેક ગરીબ વ્યક્તિને ગેરેન્ટી લઘુત્તમ આવકના પૈસા તેમના બેંક ખાતામાં નાખશે. તેમણે નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યુ કે તે જ્યાં પણ જાય છે, નફરત ફેલાવે છે. તેમણે કહ્યુ કે છત્તીસગઢમાં સરકાર બનાવ્યા બાદ અમે ઐતિહાસિક પગલુ લઈને આદિવાસીઓની જમીન પાછી આપી છે. આ જમીન ટાટાએ અધિગ્રહણ કરી હતી અને તેને પાંચ વર્ષોથી ઉપયોગમાં લેવામાં નહોતી આવી.
पिछले दिनों में वायुसेना ने हिंदुस्तान की रक्षा की, उसी वायुसेना से चौकीदार ने 30,000 करोड़ रुपये चोरी करके अनिल अंबानी को दिये। ये पूरा देश जानता है : कांग्रेस अध्यक्ष @RahulGandhi #ParivartanUlgulanRally pic.twitter.com/a0NL9MUgou
— Congress (@INCIndia) 2 March 2019
આ પણ વાંચોઃ ભારત, પાકિસ્તાનને પરમાણુ શક્તિ નથી માનતુ ચીન, નોર્થ કોરિયાને પણ નહિ માને