For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિઝોરમમાં ગરજ્યા રાહુલઃ ભાજપ-RSS ને ખબર છે કે 2019માં તે સત્તામાં નહિ આવે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મિઝોરમમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે આરએસએસ અને ભાજપ એ વાત જાણે છે કે તે આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી નહિ જીતી શકે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મિઝોરમમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે આરએસએસ અને ભાજપ એ વાત જાણે છે કે તે આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી નહિ જીતી શકે. તેમણે આરોપ લગાવ્યો કે આએસએસ અને ભાજપ રાજ્યની સાંસ્કૃતિક વારસો બરબાદ કરવામાં લાગ્યા છે. મિઝોરમના ચંફઈમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર જોરદાર હુમલો કર્યો.

આ પણ વાંચોઃ Video: આપ MLA સોમનાથ ભારતીએ મહિલા એંકરને ગાળ દઈ કહ્યુ હેસિયત ના ભૂલોઆ પણ વાંચોઃ Video: આપ MLA સોમનાથ ભારતીએ મહિલા એંકરને ગાળ દઈ કહ્યુ હેસિયત ના ભૂલો

rahul gandhi

માત્ર કોંગ્રેસ ભાજપથી લડી રહી

તમને જણાવી દઈએ કે મિઝોરમમાં 28 નવેમ્બરના રોજ રાજ્યની કુલ 40 વિધાનસભા સીટો પર મતદાન થશે. પૂર્વોત્તરમાં મિઝોરમ એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે ચૂંટણીમાં મીજો નેશનલ પાર્ટી ભાજપ સાથે મળેલી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા થવા પર એમએનએફ ભાજપ સાથે ચૂંટણી બાદ ગઠબંધન કરશે. જો કે રાહુલના આ દાવાને એમએનએફ અને ભારતીય જનતા પાર્ટીએ ફગાવી દીધો છે.

આ પણ વાંચોઃ અમૃતસર હુમલામાં મોટો ખુલાસોઃ લાહોરમાં બેસીને રચાયુ હતુ સમગ્ર ષડયંત્રઆ પણ વાંચોઃ અમૃતસર હુમલામાં મોટો ખુલાસોઃ લાહોરમાં બેસીને રચાયુ હતુ સમગ્ર ષડયંત્ર

પીએમ મોદી પર કર્યો હુમલો

રાહુલે કહ્યુ કે એમએનએફ ભાજપ અને આરએસએસને રાજ્યની ભાષા, સંસ્કૃતિ અને વારસાને બરબાદ કરવામાં મદદ કરી રહી છે. માત્ર કોંગ્રેસના લોકો જ ભાજપની વિઘટનકારી નીતિઓ સામે લડી રહ્યા છે. આ દરમિયાન રાહુલે એક વાર ફરીથી રાફેલ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે અનિલ અંબાણીને 3000 કરોડ રૂપિયા આપયા. આ એટલા પૈસા છે જેમાં એક વર્ષ સુધી મનરેગાના મજૂરોને તેમની મજૂરી આપી શકાય છે.

English summary
Rahul Gandhi says RSS and BJP know that they will not come in power in next year general election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X