For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ પર સુપ્રીમના ચુકાદાએ તપાસના નવા દરવાજા ખોલી દીધાઃ રાહુલ ગાંધી

સુપ્રીમ કોર્ટના રાફેલ ડીલ કેસમાં તપાસની માંગ કરતી પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટના રાફેલ ડીલ કેસમાં તપાસની માંગ કરતી પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે કેસ ખતમ નથી થયો પરંતુ ચુકાદાએ તપાસ માટેના નવા દરવાજા ખોલી દીધા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચુકાદામાં જસ્ટીસ જોસેફની કમેન્ટને ટ્વિટ કરીને આ વાત કહી છે. તમને જણાવી દઈએ કે રાફેલ કેસ પર રાહુલ ગાંધી ઘણા આગળ રહ્યા છે, તે સતત કહેતા રહ્યા છે કે આ ડીલમાં નરેન્દ્ર મોદીએ પદનો ખોટો ઉપયોગ કરીને ખાનગી કંપનીને લાભ અપાવ્યો છે માટે કેસની તપાસ થવી જોઈએ.

એક નવી તપાસ શરૂ થવી જોઈએ

એક નવી તપાસ શરૂ થવી જોઈએ

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યુ, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ જોસેફે રાફેલ સ્કેમ કેસમાં તપાસના નવા દરવાજા ખોલી દીધા છે. હવે સંપૂર્ણપણે એક નવી તપાસ શરૂ થવી જોઈએ. કેસની તપાસ માટે એક જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની રચના થવી જોઈએ. રાહુલે ચુકાદાના એ હિસ્સાને પણ ટ્વિટર પર શેર કર્યો છે જેમાં ચુકાદો આપનાર ત્રણ જજોની બેન્ચનો હિસ્સો જસ્ટીસ જોસેફે લખ્યો છે કે તપાસ એજન્સીઓ ખુદ આ કેસની તપાસ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાફેલ ડીલ કેસમાં તપાસની માંગ કરતી પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવીને સીબીઆઈ તપાસના આદેશ આપવાનો પણ ઈનકાર કરી દીધો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસકે કૌલ અને જસ્ટીસ કેએમ જોસેફની બેન્ચે 14 ડિસેમ્બર 2018ના રોજ સંભળાવેલા ચુકાદાને જાળવી રાખ્યો. અદાલતે કહ્યુ કે અમને આ કેસમાં એફઆઈઆરનો આદેશ આપવા કે તપાસ બેસાડવાની જરૂર લાગતી નથી.

આ કેસમાં તપાસનો આદેશ આપવો જોઈએ

સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે ચુકાદામાં રાફેલ ડીલને નક્કી પ્રક્રિયા ગણાવીને કેન્દ્ર સરકારને રાહત આપી હતી. આના પર વકીલ પ્રશાંત ભૂષણ, પૂર્વ મંત્રી યશવંત સિન્હા અને અરુણ શૌરી સહિત અન્યએ રાફેલ ડીલ કેસમાં તપાસની માંગ કરીને અરજી ફગાવી દીધી હતી. અરજીકર્તાઓનુ કહેવુ હતુ કે સુપ્રીમ કોર્ટનો 14 ડિસેમ્બરનો ચુકાદો ફગાવી દેવામાં આવે અને રાફેલ ડીલની સુપ્રીમ કોર્ટની મોનિટરીંગ હેઠળ તપાસ કરાવવામાં આવે. પ્રશાંત ભૂષણે અદાલતમાં કહ્યુ કે કેન્દ્ર સરકારે ઘણી વાતો કોર્ટમાં છૂપાવી. પહેલી નજરમાં કેસ સંજ્ઞેય ગુનાનો બને છે અને એવામાં સુપ્રીમ કોર્ટ જૂનુ જજમેન્ટ કહે છે કે સંજ્ઞેય ગુનામાં કેસ નોંધાવો જોઈએ. એવામાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં તપાસનો આદેશ આપવો જોઈએ.

આ પણ વાંચોઃ ‘પેડ વુમન'ના નામથી ફેમસ છે આ 18 વર્ષની છોકરી, બનાવે છે ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકીનઆ પણ વાંચોઃ ‘પેડ વુમન'ના નામથી ફેમસ છે આ 18 વર્ષની છોકરી, બનાવે છે ઈકો ફ્રેન્ડલી સેનેટરી નેપકીન

ગુરુવારે અદાલતે ચુકાદો સંભળાવ્યો

ગુરુવારે અદાલતે ચુકાદો સંભળાવ્યો

અરજીકર્તા વકીલ પ્રશાંત ભૂષણ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી અને યશવંત સિન્હા તરફથી રાફેલ ડીલ કેસમાં એસઆઈટીની તપાસની માંગ કરવામાં આવી હતી. વળી, કેન્દ્ર સરકાર તરફથી અરજી ફગાવી દેવાની માંગ કરવામાં આવી હતી. પુનર્વિચાર અરજીઓ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની આગેવાનીવાળી બેંચે રિવ્યુ પિટિશન પર 10મેના રોજ ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. આના પર ગુરુવારે અદાલતે ચુકાદો સંભળાવ્યો. આ કેસ ફ્રાંસ સાથે ફાઈટર રાફેલ વિમાનોની ડીલ સાથે જોડાયેલો છે વિપક્ષ અને ઘણા સંગઠન સતત કહેતા રહ્યા છે કે સરકારે આમાં ભારે ગોટાળો કર્યો છે. આ અંગે કેસ કોર્ટમાં ગયો હતો.

English summary
rahul gandhi says Supreme Court opened huge door into investigation RAFALE scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X