For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીને 500 કરોડ રૂપિયાના દંડની કાયદાકીય નોટિસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 6 જૂન: અસમ ગણ પરિષદની યુવા શાખાએ બુધવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના કથિત નિવેદન માટે કાનૂની નોટિસ મોકલી છે અને તેમનો માફી માંગવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. અસમ ગણ પરિષદના અનુસાર રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યું હતું કે અસમ ગણ પરિષદ ઉગ્રવાદીના સમર્થનના લીધે બીજીવાર સત્તામાં આવી છે.

પાર્ટીની યુવા શાખાના અધ્યક્ષ કિશોર ઉપાધ્યક્ષે કહ્યું હતું કે જો કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માફી નહી માંગે તો અમે પાર્ટીની છબિને નુકશાન પહોંચાડવા બદલ 500 કરોડનો દંડ માંગીશું. તેમને કહ્યું હતું કે અમે રાહુલ ગાંધીને પોતાની નોટિસનો જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપ્યો છે અને તેમાં નિષ્ફળ રહેતાં તેમના વિરૂદ્ધ આપરાધિક માનહાનિનો કેસ શરૂ કરવામાં આવશે.

rahul-gandhi-sad

અસમ ગણ પરિષદના અધ્યક્ષ પ્રફુલ્લ કુમાર મહંતે પણ આ પહેલાં કહ્યું હતું કે પાર્ટી રાહુલ ગાંધીના નિવેદનની આકરી નિંદા કરે છે અને તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી માટે વિશેષજ્ઞોની સલાહ લઇ રહ્યાં છીએ. અસમના મુખ્યમંત્રી તરૂણ ગોગાઇએ રાહુલ ગાંધીના નિવેદનનું સમર્થનનું કર્યું હતું અને કહ્યું હતું કે અસમ ગણ પરિષદનું ઉગ્રવાદીઓ સાથે સંપર્કમાં છે અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું આ નિવેદન સાચું છે અસમ ગણ પરિષદ ઉલ્ફાની મદદથી સત્તામાં આવી હતી.

English summary
Rahul Gandhi was on June 5 slapped with a legal notice by Asom Gana Parishad's youth wing, giving him 15 days to apologise for his purported remarks that the party came to power for a second term in Assam with the support of insurgents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X