For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ સદનમાં મોદી સરકાર પર કંઈક આવા આરોપો લગાવ્યા

આજે સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે. આજે સદનમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર એક પછી એક સતત આરોપો લગાવ્યા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આજે સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે. આજે સદનમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર એક પછી એક સતત આરોપો લગાવ્યા. તેમને મહિલા સુરક્ષા, રાફેલ ડીલ, રોજગાર, નોટબંધી જેવા મુદ્દાઓ પર સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમને સીધે સીધું નરેન્દ્ર મોદીને નિશાને લીધા.

દલિત અને અલ્પસંખ્યકો

દલિત અને અલ્પસંખ્યકો

રાહુલ ગાંધીએ કહ્યું કે જયારે કોઈ ગરીબ અને દલિતને મારવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિ પર હુમલો નથી પરંતુ બાબા સાહેબ આંબેડકરના સંવિધાન પર હુમલો છે. દેશમાં દલિત અને અલ્પસંખ્યકોને મારવામાં આવી રહ્યા છે અને પીએમ એક શબ્દ પણ નથી કહી રહ્યા. ભારતમાં લોકોને મારવામાં આવી રહ્યા છે તેમની પીટાઈ થઇ રહી છે. જયારે કેન્દ્રના મંત્રી દોષીઓને હાર પહેરાવી રહ્યા છે.

રાફેલ ડીલ

રાફેલ ડીલ

રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધીનો મોદી સરકાર પર હુમલો, કહ્યુઃ જાદૂથી હવાઈ જહાજનો ભાવ 1600 કરોડ થઈ ગયોઃ પીએમ મોદીના દબાણમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ જૂઠ્ઠુ બોલ્યા, ખબર નહિ ફ્રાન્સમાં કોની સાથે ડીલ થઈ.

રોજગાર

રોજગાર

રોજગારના નામ પર પ્રધાનમંત્રી મોદી કહે છે કે પકોડા બનાવો, દુકાન ખોલો, પીએમના શબ્દનો અર્થ હોવો જોઈએ. ચીન 50 હજાર યુવાઓને 24 કલાકમાં રોજગાર આપે છે, તમે લોકો 24 કલાકમાં 400 યુવાઓને રોજગાર આપો છો. મોદી સરકારના જુમલાથી દેશનો ગરીબ, ખેડૂત અને દલિત પીડિત છે. પહેલો જુમલો - 15 લાખ રૂપિયા અને બીજો જુમલો 2 કરોડ રોજગાર.

નોટબંધી અને જીએસટી

નોટબંધી અને જીએસટી

રાહુલ ગાંધીએ સદનમાં કહ્યું કે પીએમ મોદીએ નોટબંધી કરી, કદાચ તેમને સમજ નહોતી કે ખેડૂત, મજૂર અને ગરીબ પોતાનો ધંધો રોકડમાં ચલાવે છે. પીએમ મોદી આંખમાં આંખ મિલાવીને વાત નથી કરી શકતા. દેશ સમજી ગયો છે કે પીએમ ચોકીદાર નથી પરંતુ ભાગીદાર છે.

English summary
Rahul Gandhi Target Modi Sarkar On Various Issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X