For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget session 2021: આજે લોકસભામાં પીએમ મોદી બાદ બોલશે રાહુલ ગાંધી

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બજેટ પર પોતાના પક્ષ તરફથી પહેલા વક્તા તરીકે પોતાનો અને પાર્ટીનો પક્ષ રાખશે.

|
Google Oneindia Gujarati News

Rahul Gandhi to lead Congress attack on union budget in LS today After PM Modi. નવી દીલ્લીઃ પીએમ નરેન્દ્ર મોદી આજે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા દરમિયાન ઉઠેલા મુદ્દાઓના જવાબ આપશે. વળી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બજેટ પર પોતાના પક્ષ તરફથી પહેલા વક્તા તરીકે પોતાનો અને પાર્ટીનો પક્ષ રાખશે. જો કે તેમને મંગળવારે બોલવાનુ હતુ પરંતુ તે કાલે થઈ શક્યુ નહિ. જો કે કાલે રાતે 1 વાગ્યા સુધી લોકસભા ચાલી. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી સતત ટ્વિટ દ્વારા પીએમ મોદી અને તેમની સરકાર પર કૃષિ કાયદા અને બજેટ પર નિશાન સાધી રહ્યા છે. એવામાં આજે દરેકની નજર તેમના પર છે કે આજે તે સંસદમાં શું બોલશે.

pm modi

'મોદી સરકાર માટે 3-4 ઉદ્યોગપતિ જ ભગવાન છે'

બે દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ બજેટ વિશે મોદી સરકાર પર નિશાન સાધીને કહ્યુ હતુ કે, 'બજેટમાં સૈનિકોના પેન્શનમાં ઘટાડો, ના જવાન ના કિસાન, મોદી સરકાર માટે 3-4 ઉદ્યોગપતિ મિત્ર જ ભગવાન!' ત્યારે અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ તેમના પર કટાક્ષ કરીને કહ્યુ હતુ ક મને ખબર છે કે રાહુલ ગાંધીનો અત્યારે બધો સમય બજેટની ઉણપ શોધવામાં લાગી રહ્યો છે જો કે તેમણે એક પણ ઉણપ નથી મળી પરંતુ તે બોલતા જ જઈ રહ્યા છે. અરે, એક નેતા હોવાના નાતે તેમણે પોતાના પૂરો સમય એવી વસ્તુઓમાં લગાવવો જોઈએ જેનાથી દેશના નાગરિકનુ ભલુ થાય.

ચંપારણ જેવી દૂર્ઘટના સહન કરવા જઈ રહ્યુ છે ભારતઃ રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલન વિશે મોદી સરકાર પર નિશાન સાધનાર રાહુલ ગાંધીએ આ પહેલા ટ્વિટ કરીને કહ્યુ હતુ કે મોદી સરકારની ઉદાસીનતા અને અહંકારે 60થી વધુ ખેડૂતોના જીવ લીધા છે. ખેડૂતોના આંસુ લૂછવાના બદલે આ સરકાર તેમના પર અશ્રુ ગેસના ગોળા છોડી રહી છે. આ પ્રકારની ક્રૂરતા સાંઠગાંઠવાળા અમીરોના હિતોની રક્ષા માટે છે. દેશ એક વાર ફરીથી ચંપારણ જેવી દૂર્ઘટના સહન કરવા જઈ રહ્યો છે. ત્યારે અંગ્રેજ કંપની બહાદૂર હતા હવે મોદી-મિત્ર કંપની બહાદૂર છે. પરંતુ આંદોલનના દરેક ખેડૂત-મજૂર સત્યાગ્રહી છે જે પોતાનો અધિકાર લઈને જ રહેશે.

કાળા કૃષિ કાયદા પાછા લે સરકાર

જ્યારે રાજ્યસભામાં પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી કે તે પોતાનુ આંદોલન ખતમ કરી દે અને મળીને બેસીને મામલાને ઉકેલે તો પણ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે આંદોલન ત્યારે જ ખતમ થશે જ્યારે સરકાર કાળા કાયદાને પાછા લેશે.

વિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2021નું PM મોદી કરશે ઉદઘાટનવિશ્વ સતત વિકાસ શિખર સંમેલન 2021નું PM મોદી કરશે ઉદઘાટન

English summary
Rahul Gandhi to lead Congress attack on union budget in Loksabha today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X