For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીને અચાનક ગળે નથી મળ્યા રાહુલ, ઘણા મહિનાથી હતી પ્લાંનિંગ

સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદીને ગળે લગાડ્યા ત્યારે ભારતીય રાજનીતિમાં એક ભૂકંપ આવી ગયો હતો

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદીને ગળે લગાડ્યા ત્યારે ભારતીય રાજનીતિમાં એક ભૂકંપ આવી ગયો હતો. ખરેખર કોઈએ પણ તેની કલ્પના કરી ના હતી અને રાહુલ ગાંધી ઘ્વારા પીએમ મોદીને ગળે લગાવવું આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો. પરંતુ સૂત્રો અનુસાર આ બધું અચાનક નથી થયું પરંતુ રાહુલ ગાંધીએ તેના માટે મહિનાઓ સુધી રાહ જોઈ હતી.

3-4 મહિનાથી તક શોધી રહ્યા હતા

3-4 મહિનાથી તક શોધી રહ્યા હતા

એનડીટીવી અનુસાર કહેવામાં આવ્યું કે લગભગ ત્રણ ચાર મહિના પહેલા જયારે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી ઘ્વારા પોતાની માતા અને પરિવારની આલોચના સાંભળી લગભગ ત્યારથી જ તેમના દિમાગમાં આવું ચાલી રહ્યું હતું. પીએમ મોદી હંમેશા તેમના ભાષણોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નિશાનો સાધતા રહે છે. સૂત્રો અનુસાર રાહુલ ગાંધી તે સમયથી જ પીએમ મોદીને જવાબ આપવા વિચારી રહ્યા હતા.

પીએમ મોદીને જવાબ આપવાનો રસ્તો

પીએમ મોદીને જવાબ આપવાનો રસ્તો

ગુજરાત ઈલેક્શન દરમિયાન પણ રાહુલ ગાંધી ઘ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે પીએમ મોદી સાથે તેમની રાજનૈતિક લડાઈનો અર્થ નફરત નથી. તેમને કહ્યું હતું કે બીજેપીના લોકો તેમને અને તેમના પિતાને ગાળો આપે છે પરંતુ તેમના દિલમાં બીજેપી માટે કોઈ જ નફરત નથી. તેઓ હંમેશા બધા સાથે પ્રેમથી મળવાની કોશિશ કરે છે જેમાં નફરત માટે કોઈ જ જગ્યા નથી. સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધીએ પીએમ મોદીને ગળે મળવાનો પ્લાન બનાવ્યો અને પ્રેમનો સંદેશ સાર્વજનિક રૂપે આપવાની કોશિશ કરી.

પીએમ મોદીને ગળે મળ્યા રાહુલ

પીએમ મોદીને ગળે મળ્યા રાહુલ

રાહુલ ગાંધીએ પોતાની વાત પુરી કરતા જ નરેન્દ્ર મોદીની સીટ પાસે ગયા અને તેમને ગળે લગાવ્યા. આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તમારા લોકોની અંદર મારા માટે ખુબ જ નફરત છે તમે મને પપ્પુ અને બીજી પણ ગાળો આપી બોલાવી શકો છો. પરંતુ મારામાં તમારા માટે કોઈ જ નફરત નથી.

English summary
Rahul Gandhi Waited Months Before Famous Hug In Parliament sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X