For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#RaGa: UPમાં ફાટેલો કુર્તો, મેઘાલયમાં 70 હજારનું જેકેટ

મેઘાલયમાં ચૂંટણી પ્રચારનો આરંભ કરવા માટે રાહુલ ગાંધી મંગળવારે મેઘાલય પહોંચ્યા હતા, જ્યાં તેમનો અંદાજ અને પહેરવેશ પણ બદલાયેલા જોવા મળ્યા હતા. રાહુલે પહેરેલ બ્લેક જેકેટની કિંમત અંદાજે 70 હજાર રૂપિયા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

મેઘાલયમાં ચૂંટણી પ્રચારનો આરંભ કરવા માટે રાહુલ ગાંધી મંગળવારે મેઘાલય પહોંચ્યા હતા, જ્યાં તેમનો અંદાજ અને પહેરવેશ પણ બદલાયેલા જોવા મળ્યા હતા. મોટાભાગે સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળતા રાહુલ ગાંધી અહીં બ્લેક જેકેટ અને જીન્સમાં જોવા મળ્યા હતા. વળી તેમણે અહીં કોંગ્રેસ નેતાઓ સાથે મળીને હમ હોંગે કામયાબ પણ ગાયું હતું. તેમનો આ નવો અંદાજ જોઇ સૌ આશ્ચર્યચકિત છે, ત્યાં ભાજપે રાહુલે પહેરેલ જેકેટ પર નિશાન સાધ્યું છે. ભાજપનો દાવો છે કે, રાહુલે પહેરેલ બ્લેક જેકેટની કિંમત અંદાજે 70 હજાર રૂપિયા છે. વાત છે, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની, જેના પ્રચાર દરમિયાન એક રેલીમાં રાહુલ ગાંધીએ પોતાના કુર્તાનું ફાટેલું ખિસ્સુ લોકોને બતાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના મેઘાલય યૂનિટે ટ્વીટ કરી રાહુલ ગાંધી પર આ મામલે નિશાન સાધ્યું છે.

Rahul Gandhi

ટ્વીટમાં લખ્યું છે કે, 'તો રાહુલ ગાંધીજી વ્યાપક ભ્રષ્ટાચાર દ્વારા મેઘાલયના સરકારી ખજાનાને ચૂસ્યા બાદ કાણા નાણાંથી સૂટ-બૂટની સરકાર? અમારા દુઃખો અંગે ગીત ગાવા કરતા, તમે મેઘાલયની સરકારનો રિપોર્ટ કાર્ડ આપ્યો હતો. તમારી ઉદાસીનતા અમારી મજાક ઉડાવે છે.' ભાજપ મેઘાલયના આ ટ્વીટ સાથે બે તસવીરો પણ પોસ્ટ કરી છે. એકમાં રાહુલ ગાંધીનું બ્લેક જેકેટ દેખાય છે અને બીજામાં એ જેકેટ બ્રિટિશ લક્ઝરી ફેશન બ્રાન્ડ બરબેરીનું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેમાં તેની કિંમત અંદાજે 68,145 રૂ. છે. કોંગ્રેસે ભાજપને સૂટ-બૂટવાળી સરકાર કહી હતી, ત્યારથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મુદ્દે અનેક ટિપ્પણીઓ અને નિવેદનોની આપ-લે થઇ છે. ભાજપે રાહુલ ગાંધીના આ નિશાન પર કહ્યું હતું કે, સુટકેસવાળી સરકાર કરતાં સારી છે સૂટ-બૂટવાળી સરકાર.

English summary
Rahul Gandhi wears 70K jacket in Meghalaya; BJP hit on him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X