• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આગામી 3-4 મહિના સુધી રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બની રહેશેઃ સૂત્ર

|

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆત પર હાલ વિરામ લાગતું જોવા મળી રહ્યું છે. સૂત્રો મુજબ રાહુલ ગાંધી આગામી ત્રણથી ચાર મહિના માટે પોતાના પદ પર રહી શકે ચે. ઈન્ડિયા ટૂડેની વેબસાઈટના સૂત્રોએ જાણકારી આપી છે કે જ્યાં સુધી રાહુલ ગાંધીના વિકલ્પ તરીકે પાર્ટીને નવા અધ્યક્ષ ન મળી જાય, ત્યાં સુધી તેઓ અધ્યક્ષ પદ સંભાળતા રહેશે. રાહુલ ગાંધીને આટલા માટે રાજી કરી લેવામાં આવ્યા છે.

હાલ રાહુલ અધ્યક્ષ બન્યા રહેશે

હાલ રાહુલ અધ્યક્ષ બન્યા રહેશે

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરીકે ત્યાં સુધી જવાબદારી સંભાળશે જ્યાં સુધી તેમનો કોઈ વિકલ્પ નથી મળી જતો. રાહુલ ગાંધીને પાર્ટીમાં સંરચનાત્મક પરિવર્તન કરવા અને પાર્ટીને મજબૂત કરવા માટે ફરીથી સંગઠન બનાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. જો કે તેઓ પોતાનું પદ છોડવાના ફેસલા પર ડટ્યા છે. સૂત્રો મુજબ રાહુલ ગાંધીએ પદ છોડવા પર કોઈપણ પ્રકારની સમજૂતી કરવાથી ઈનકાર કરી દીધો છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાજીનામું નામંજૂર કર્યું હતું

કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાજીનામું નામંજૂર કર્યું હતું

રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆતની ગંભીરતાનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ મીટિંગમાં રાહુલ ગાંધીને પાર્ટીમાં પરિવર્તન કરવાની જવાબદારી સોંપી અને તેમના રાજીનામાંને નામંજૂર કરી દીધું. તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાજીનામું આપ્યું હતું.

ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર, પરેશ ધાનાણી બાદ અમિત ચાવડાએ પણ આપ્યું રાજીનામું

સ્ટાલિને પદ ન છોડવા આગ્રહ કર્યો

સ્ટાલિને પદ ન છોડવા આગ્રહ કર્યો

ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને રાહુલ ગાંધીને રાજીનામું ન આપવાની અપીલ કરી છે. એમકે સ્ટાલિને રાહુલ ગાંધીની સાથે ટેલીફોનિક વાત કરી અને તેમને અધ્યક્ષપદ ન છોડવા આગ્રહ કર્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ તમિલનાડુમાં ડીએમકે-કોંગ્રેસ ગઠબંધનની જીત માટે સ્ટાલિનને શુભેચ્છા પાઠવી. અગાઉ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસે સંકટની સ્થિતિથી બહાર નિકળવા માટે રાહુલ ગાંધી સર્વાધિક ઉપયુક્ત વ્યક્તિ છે. જ્યારે મંગળવારે રાહુલ ગાંધીને મનાવવા માટે પાર્ટી મહાસચિવ પ્રિયંક ગાંધી વાડ્રા, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ, રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધીની તેમના આવાસ પર મુલાકાત કરી.

English summary
rahul gandhi will be congress president for next 3-4 month says sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more