પંજાબમાં ખેડૂતોની રેલીમાં જોડાઈ શકે છે રાહુલ ગાંધી, હરિયાણામાં કોંગ્રેસને આ વાતનો ડર
નવી દિલ્લીઃ સંસદમાં પાસ થયેલ ત્રણ કૃષિ બિલો પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરી દીધા ત્યારબાદ હવે આ કાયદો આખા દેશમાં લાગુ થઈ ગયો છે. હવે ધીમે ધીમે ખેડૂતોનુ આંદોલન વધુ ઉગ્ર થતુ દેખાઈ રહ્યુ છે. લાગી રહ્યુ છે કે આ સપ્તાહે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પંજાબમાં થઈ રહેલા પ્રદર્શનોનુ નેતૃત્વ કરી શકે છે. આના માટે કોંગ્રેસ નેતા જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતાઓના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી પંજાબમાં એક રેલીને સંબોધિત કરી શકે છે. જેની તારીખ અને સ્થાનને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યુ છે. ત્યારબાદ હરિયાણાના ખેડૂત આંદોલનમાં પણ તે શામેલ થઈ શકે છે. જો કે કોંગ્રેસ નેતાઓને ડર છે કે હરિયાણાની ભાજપ સરકાર રાજ્યમાં તેમની એન્ટ્રી રોકી શકે છે. આના માટે કોરોના મહામારીને પણ કારણ ગણાવવામાં આવી શકાય છે.
તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધી તબિયત ખરાબ હોવાના કારણે તેમના રૂટીન ચેકઅપ માટે રાહુલ ગાંધી 12 સપ્ટેમ્બરે પોતાની મા સાથે વિદેશ ગયા હતા. આ દરમિયાન સંસદમાં મોદી સરકારે કૃષિ સંબંધિત ત્રણ બિલ પાસ કરાવી દીધા. આ દરમિયાન રાહુલ સંસદમાં હાજર તો નહોતા પરંતુ તે સતત ટ્વિટર દ્વારા મોદી સરકાર પર નિશાન સાધતા રહ્યા. હવે તે દેશમાં પાછા આવી ગયા છે. આશા છે કે તે ખેડૂત આંદોલનમાં ભાગ લઈ શકે છે.
આ પહેલા રાહુલ ગાંધીએ એક વીડિયો સંદેશ જારી કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે દેશના ખેડૂતોને મારા નમસ્કાર.. તમારા પર ઝડપથી આક્રમણ ચાલુ છે. સૌથી પહેલા નોટબંધી પછી જીએસટી અને ત્યારબાદ કોરોનાના સમયે તમને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નહિ. તમને મારવાની કોશિશ કરવામાં આવી રહી છે, તમને ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. કૉર્પોરેટ્સના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. હવે આ ત્રણ ભયંકર કાયદા, તમને ખતમ કરવા માટેના કાયદા, તમારા પગમાં કુહાડીવાળો કાયદો લાવવામાં આવ્યો છે. અમે તમારી સાથે ઉભા છે અને આ કાયદાને આપણે રોકીશુ, મળીને રોકીશુ.
ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરમાં આગ લગાવનાર પાંચની ધરપકડ