For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મોદીને ગળે મળીને સીટ પર બેઠેલા રાહુલ ગાંધીએ આંખ મારી

રાહુલ ગાંધી પીએમને ગળે મળ્યા બાદ તે જ્યારે પોતાની સીટ પર આવ્યા તો તેમણે પોતાની પાછળ બેઠેલા સાથીઓની સામે જોયુ અને આંખ મારી.

|
Google Oneindia Gujarati News

હાલમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જોરદાર ચર્ચા ચાલી રહી છે, આ ગરમાગરમ ચર્ચા વચ્ચે કંઈક એવુ થયુ જેનાથી લોકો ચોંકી પણ ગયા અને હસવા પણ લાગ્યા. આજે સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફૂલફોર્મમાં જોવા મળ્યા. પહેલા તેમણે પોતાના ભાષણમાં પીએમ મોદી અને તેમની સરકાર પર જોરદાર હુમલો કર્યો અને ત્યારબાદ અચાનક પીએમ મોદી પાસે જઈને તેમને ગળે લગાવી દીધા.

મોદીને ગળે મળીને સીટ પર બેઠેલા રાહુલ ગાંધીએ મારી આંખ

રાહુલ ગાંધીના આ પગલાંથી પીએમ પોતે પણ ચોંકી ગયા હતા, સંસદમાં કોઈ એવુ નહોતુ જે આ બધુ જોઈને હસ્યુ ના હોય. રાહુલ ગાંધી આટલેથી ના રોકાયા, ગળે મળ્યા બાદ તે જ્યારે પોતાની સીટ પર આવ્યા તો તેમણે પોતાની પાછળ બેઠેલા સાથીઓની સામે જોયુ અને આંખ મારી. રાહુલ ગાંધીનું આવુ રૂપ કોઈએ જોયુ નથી, રાહુલ ગાંધીની આંખ મારતી તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

હું પ્રધાનમંત્રી અને આરએસએસનો આભારી છુઃ રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે પોતાના ભાષણ દરમિયાન રાહુલ ઘણા ઉગ્ર જોવા મળ્યા. તેમણે કહ્યુ કે હું પ્રધાનમંત્રી અને આરએસએસનો આભારી છુ કે તેમણે મને કોંગ્રેસનો અર્થ સમજાવ્યો, તેમણે મને હિંદુસ્તાની હોવાનો અર્થ સમજાવ્યો, હિંદુસ્તાનીનો અર્થ તમને કોઈ કંઈ પણ કહે, ગાળો આપે, જૂઠુ બોલે, લાઠી મારે તમારા દિલમાં તેના માટે પ્રેમ હોવો જોઈએ, આ વાત નરેન્દ્ર મોદીજી, ભાજપ અને આરએસએસ એ મને શીખવાડી. એટલા માટે હું આપનો દિલથી આભાર વ્યક્ત કરુ છુ.

તમારા માટે હું પપ્પુ છુઃ રાહુલ ગાંધી

હું તમારો આભારી છુ કે તમે મને ધર્મ શીખવાડ્યો, શિવજીનો અર્થ સમજાવ્યો અને હિંદુ હોવાનો અર્થ સમજાવ્યો, આ આપણા દેશનો ઈતિહાસ છે, તમારી અંદર મારા માટે નફરત છે, તમારી અંદર મારા માટે ગુસ્સો છે, તમારા માટે હું પપ્પુ છુ.

મારી અંદર તમારા માટે પ્રેમ છેઃ રાહુલ ગાંધી

તમે ભલે મને ગમે તેટલી ગાળો બોલો પરંતુ મારી અંદર તમારા પ્રત્યે પ્રેમ છે, આ જ કોંગ્રેસની ભાવના છે, આ ભાવના તમારી અંદર પણ છે અને હું તમારા બધાની અંદરથી આ ભાવના બહાર કાઢીશ અને તમને બધાને કોંગ્રેસમાં બદલીશ.

English summary
Rahul Gandhi winks after hugging PM Narendra Modi in Lok Sabha, congress President Rahul Gandhi Hugs Pm Modi Post His Speech.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X