For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી વિરુદ્ધ બોલવાના કારણે પત્રકારને જેલ, રાહુલ ગાંધીએ લખ્યો પત્ર

મેઘાલયમાં જે રીતે કોલસાની ખાણમાં કામદારો ફસાઈ ગયા હતા અને તેમને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું તેના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

મેઘાલયમાં જે રીતે કોલસાની ખાણમાં કામદારો ફસાઈ ગયા હતા અને તેમને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું તેના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. પરંતુ હવે ઈમ્ફાલનાં પત્રકાર કિશોર ચંદ્ર વૈંગખેમની ધડપકડ કરી તેને જેલમાં પૂર્યો તેના પર રાહુલ ગાંધીએ કડક વલણઅપનાવ્યું . કિશોરને એનએસએ એક્ટ હેઠળ ધરપકડ કરી જેલમાં પૂરવામાં આવ્યો છે, જેને રાહુલ ગાંધીએ જાતે પત્ર લખ્યો છે.

આ પણ વાંચો: રાહુલ સાથે પોર્ન સ્ટાર, જાણો આ વાયરલ ફોટાનું સત્ય

વિરોધના અવાજને દબાવવાનો પ્રયત્ન

વિરોધના અવાજને દબાવવાનો પ્રયત્ન

રાહુલ ગાંધીએ કિશોરને લખેલા પત્રમાં કહ્યું હતું કે આ વિરોધના અવાજને દબાવવાનો આ એક બીજો પ્રયત્ન છે, જેમાં રાજ્ય સરકારનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા મહિનામાં આપણે જોયું તેમ કેવી રીતે ભાજપ મણિપુરના લોકોના બંધારણીય અધિકારો પર પ્રહાર કર્યો. દેશને તોડનારી તાકતો સતત હિંસાનો માર્ગ અપનાવી રહી છે, જે લોકો સરકાર સામે સવાલ ઉભો કરે છે તેમને જેલમાં મોકલવામાં આવે છે.

વિનાશક દળો દેશને નષ્ટ કરી રહ્યા છે

વિનાશક દળો દેશને નષ્ટ કરી રહ્યા છે

તેમણે લખ્યું હતું કે દેશના વિનાશક દળો ભારતના વિચારોને બર્બાદ કરી રહ્યું છે, કે જે પણ આ દળો વિરુદ્ધ પ્રશ્ન ઉભા કરી રહ્યા છે તેમને જેલમાં પુરવામાં આવી રહ્યા છે. નોંધપાત્ર છે કે કિશોર સ્થાનિક ન્યુઝ ચેનલમાં એંકર છે, જેને એનએસએ હેઠળ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એક વર્ષ માટે જેલમાં મોકલવામાં આવ્યો છે. તેમણે ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સામાજિક મીડિયા પર એક પોસ્ટ લખી હતી, જેના પછી તેની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગયા વર્ષે જેલ મોકલવામાં આવ્યા

ગયા વર્ષે જેલ મોકલવામાં આવ્યા

મણિપુર સરકાર અનુસાર 39 વર્ષીય કિશોરને પહેલા 27 નવેમ્બરે હિરાસતમાં લેવામાં આવ્યા હતા જેથી તેમને રાજ્યમાં કાયદાની પરિસ્થિતિ બગાડતા અટકાવી શકાય. તેને તેના ફેસબુક પોસ્ટ પર વિડિઓ શેર કરવા પર તેની ધરપકડ કરવામાં આવી હતી. આ વિડિઓમાં તેમણે મુખ્યમંત્રી એન બી સિંઘ અને પીએમ મોદીની ટીકા કરી હતી. આ વિડિઓમાં પત્રકારે સીએમને પીએમના પાળેલા પ્રાણી તરીકે ઓળખાવ્યા હતા. એટલું જ નહિ પત્રકારે આરએસએસની પણ આ પોસ્ટમાં ટીકા કરી હતી.

રાણી લક્ષ્મીબાઈનો કર્યો વિરોધ

રાણી લક્ષ્મીબાઈનો કર્યો વિરોધ

હકીકતમાં રાજ્યમાં રાણી લક્ષ્મીબાઇની વર્ષગાંઠ ઉજવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની વિરુદ્ધ પત્રકારે કહ્યું હતું કે ઝાંસીની રાણીને મણિપુર સાથે કાંઈ લેવા દેવા નથી, તેમણે સરકારને તેમની ધરપકડ કરવા માટે ચુનોતી આપી હતી. જેના પછી કિશોરની ધરપકડ કરવામાં આવી.સરકારના નિર્ણય વિરુદ્ધ કિશોરનું પરિવાર મણિપુર હાઇકોર્ટ પહોંચ્યું છે.

English summary
Rahul Gandhi wrote a letter to the journalist who is in jail in Manipur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X