• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી સુનામીના રાહુલ સૌથી મોટા લૂઝર, તેમના બાદ આ છે દિગ્ગજ નામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધીની ઈજ્જત કેરળ અને તમિલનાડુએ બચાવી લીધી નહિ તો લગભગ 2019માં તેમની પાર્ટી મુખ્ય વિપક્ષનો દરજ્જો પણ ગુમાવી બેસત. દેશની સૌથી જૂની પાર્ટીનો આ હાલ કેમ થયો છે, આ વાત જનતા વધુ જાણે છે. પરંતુ 130 કરોડથી વધુ વસ્તી વાળી જનતાની અદાલતમાં રાહુલ એકલા લૂઝર નથી બન્યા. તેમની સાથે કેટલાય એવા દિગ્ગજો છે, જેમની નીતિઓ અને હરકતોનો અસ્વીકાર કરી લોકોએ તેમને કેટલીયવાર ધોબીપછાડ આપી છે.

લૂઝર નંબર 2- મમતા બેનરજી

લૂઝર નંબર 2- મમતા બેનરજી

મમતા બેનરજીએ ખુદને નરેન્દ્ર મોદીના સૌથી મોટા પડકારના રૂપમાં રજૂ કરવાની ભરપૂર કોશિશ કરી છે. આના માટે તેમણે વડાપ્રધાનના પદની ગરિમાને તોડવાની પણ હરકત કરી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મુસ્લિમ વોટોનું પોતાના પક્ષમાં ધ્રુવીકરણ કરવાનું હતું. આના દ્વારા તેમણે લેફ્ટ અને કોંગ્રેસને પણ બંગાળની રાજનીતિ મટાવવા માંગી. પરંતુ મમતા ધ્રુવીકરણ અને મોદી-વિરોધના ચક્કરમાં ખુદ ખરાબ રીતે ડૂબી ગયાં. જેના કારણે તેમનો આધાર હલી ગયો. હવે તેમની ામે અસલી પડકાર 2021 વિધાનસભા ચૂંટણીમાં મોદીને ફેસ કરવાનો છે.

લૂઝર નંબર 3- ચંદ્રબાબૂ નાયડૂ

લૂઝર નંબર 3- ચંદ્રબાબૂ નાયડૂ

ટીડીપીના ચંદ્રબાબૂ નાયડૂએ જેવી ઉતાવડે એનડીએ છોડ્યું હતું, તે વાત આજસુધી તેમના સમર્થકોને સમજમાં ન આવી. વાઈએઆર કોંગ્રેસ અને તેમના નેતા જગન મોહન રેડ્ડીના વધતા જનાધારથી તેઓ એ રીતે ગભરાઈ ગયા હતા કે ફરી એકવાર ખોટી રાજનૈતિક અઠકળો કરતા ચાલ્યા ગયા. દશકો સુધી એનડીએના સૌથી ચર્ચિત રિફોર્મિસ્ટ નેતા મનાતા રાતો-રાત મોદીના સૌથી મોટા દુશ્મન બની ગયા. તેઓ મોદીને ખરુંખોટુ કહેવા લાગ્યા. બીજી તરફ વાઈએસઆઈર કોંગ્રેસે તેમના ગઢને હલાવી નાખ્યો. નાયડૂને કારણે ભાજપ, આંધ્ર પ્રદેશમાં કંઈ કરી ન શક્યા, પરંતુ પોતાના રાજ્યની સાથોસાથ કેન્દ્રની રાજનીતિમાં દખલ ઈચ્છતા પીડીપી નેતા ન તો પોતાનું ઘર બચાવી શક્યા કે ન પોતાનો દિલ્હીનો મંસૂબો પૂરો થયો.

લૂઝર નંબર 4- અખિલે યાદવ

લૂઝર નંબર 4- અખિલે યાદવ

સમાજવાદી પાર્ટીની અંદર લોકોને લાગે છે કે અખિલેશ યાદવના ઘરના મોટા ઝઘડા જ તેમને લઈ ડૂબશે. તેમના ચાચા શિવપાલ યાદવને સંગઠન અને બૂથ મેનેજરનો અનુભવ હતો, પરંતુ અખિલેશે તેમને નજરઅંદાજ કર્યા. જ્યારે અખિલેશને જમીની રાજનીતિનો કોઈ ખાસ અંદાજો ન રહ્યો. તેમની મનમાનીને કારણે પાર્ટી સંગઠનોને ભારે નુકસાન થયું. પાર્ટીના આધાર યાદવ વોટર બસપાની સાથે જવા માટે ક્યારેય પૂરી રીતે સહજ ન થઈ શક્યા. યૂપીમાં એસપી-બીએસપીના ગઠબંધનથી ભાજપને જે પણ નુકાન થયું છે, તેની મલાઈ એકલા બુઆને મળી.

લૂઝર નંબર 5- તેજસ્વી યાદવ

લૂઝર નંબર 5- તેજસ્વી યાદવ

તેજસ્વી યાદવની જેટલી ઓછી ઉંમરે પિતાએ બનાવેલ જનાધાર મળ્યો હતો, તેને સંભાળી રાખવામાં તેજસ્વી સંપૂર્ણપણે નિષ્ફળ થયા. લાલૂ યાદવના જેલમાં રહેવાથી જે નુકસાન થયું તે તો થયું પણ લાલૂના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવના વલણથી પણ સત્તાધારી ગઠબંધનને મદદ મળી. અનુભવની કમીને કારણે તેજસ્વીએ જે રીતે બિહારમાં કેમ્પેઈનને લીડ કર્યું, તેનાથી તેમની ગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ. ચૂંટણીને લઈ તેમની ગંભીરતાનો અંજાતો આનાથી જ સ્પષ્ટ થઈ ગયો કે ખુદ તેમણે પોતાનો જ મત ન નાખ્યો. બિહારમાં ભાજપ-જેડીયૂ-એલજેપી ગઠબંધન અત્યારે જેવી મજબૂત સ્થિતિમાં છે, તેનાથી લાગતું નથી કે આગલા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં પણ તેજસ્વીના રાજકીય ભવિષ્યમાં કોઈ તેજી જોવા મળશે.

લૂઝર નંબર 6- કેજરીવાલ

લૂઝર નંબર 6- કેજરીવાલ

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર પંજાબથી એક જ લોકસભા સીટ બચી છે. તેમના નેગેટિવ પોલિટિક્સ અને વિદ્રોહી હરકતોથી પાર્ટીના પાયા હલી ચૂક્યા છે. તથ્ય એ છે કે હવે વોટ શેરના મામલામાં દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીથી કોંગ્રેસ આગળ નીકળી રહી છે. બે મહિના સુધી જેવી રીતે કોંગ્રેસ અને આપના ગઠબંધન માટે પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઘુટણીયે પડ્યા હતા તેનાથી કદાચ દિલ્હીની જનતાને ભાજપ તરફ વાળવામાં મદદ કરી દીધી. દિલ્હીમાં 2020ના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી છે, જો કે કેજરીવાલ સામે તેની પહેલા પોતાની પાર્ટને એકજુટ રાખવાનો પડકાર આવી ગયો છે.

લૂઝર નંબર 7- સીતારામ યેચુરી

લૂઝર નંબર 7- સીતારામ યેચુરી

સીતારામ યેચુરીએ જ્યારથી સીપીએમની કમાન સંભાળી છે, લેફ્ટના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. બંગાળ અને ત્રિપુરા કે જેને તેમનો ગઢ માનવામાં આવતો હતો, ત્યાં ખાતું ખોલવામાં પણ તેમને મોઢે પાણી આવી ગયું. કેરળમાં જ્યાં તેમની સરકાર છે, ત્યાં સબરીમાલા મુદ્દા પર તેમના રોલે તેમને એક જ સીટમાં સમેટી દીધા. જો તમિલનાડુમાં ડીએકે સાથે ન હોત તો લેફ્ટની સ્થિતિ વધુ ખારબ થઈ જાત. આ એ જ લેફ્ટ છે જેના સમર્થકોના દમ પર 2004માં યૂપીએ એકની સરકાર બની હતી.

મોદીની સુનામીમાં પણ ન હલ્યો કોંગ્રેસનો આ દિગ્ગ્જ નેતા, પહેલા કરતાં વધુ સીટો અપાવીમોદીની સુનામીમાં પણ ન હલ્યો કોંગ્રેસનો આ દિગ્ગ્જ નેતા, પહેલા કરતાં વધુ સીટો અપાવી

મોદી સુનામીમાં બચી ગયાં માયાવતી

મોદી સુનામીમાં બચી ગયાં માયાવતી

બસપા સુપ્રીમો માયાવતીની એ સફળતા માનવામાં આવી શકે છે કે મોદી લહેરમાં ઝીરો રહેતી તેમની પાર્ટી મોદી સુનામીમાં 10ના આંકડા સુધી પહોંચી ગઈ. એટલે કે બબુઆની પાર્ટીથી ગઠબંધનનો અસલી ફાયદો મળ્યો હોય તો બુઆને મળ્યો છે. પરંતુ આ વખતે માયાવતી સમાજવાદી પાર્ટીને પોતાનું ઘર ગુમાવીને બચાવી લીધી છે, તો એ પણ જરૂરી નથી કે આગામી દિવસોમાં પણ અખિલેશ યાદવ તેમની ઝલીમાં આવી રીતે સીટ નાખતા રહેશે.

મોદી સુનામીમાં આવી રીતે બચ્યા કેસીઆર

મોદી સુનામીમાં આવી રીતે બચ્યા કેસીઆર

ત્રણ તબક્કાની ચૂંટણી ખતમ થયા બાદ દેશની આગામી સરકાર બનાવવા માટે સૌથી વધુ ઉતાવળા થનારાઓમાં ચંદ્રબાબૂ નાયડુ સિવાય ટીઆરએના મુખ્યા અને તેલંગાણાના મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવ પણ હતા. અમુક જ મહિના પહેલા તંલગાણામાં મિડ ટર્મ પોલ કરાવી તેમણે જેટલી ધમાકેદાર રીતે સત્તામાં વાપસી કરી હતી, તેનાથી લોકસભા ચૂંટણી આવતા આવતા તેમાં દરાર પડી ગઈ. કેીઆર માટે સૌથી ખરાબ સ્થિતિ એ થઈ ગઈ છે કે તેમની પાર્ટીએ કેટલીક સીટ કોંગ્રેસ અને ભાજપના હાથે જ ન ગુમાવી, બલકે પોતાની દીકરી કવિતાની સીટ બચાવવામાં પણ તેઓ નિષ્ફળ રહ્યા. જાણકારી મુજબ તેમનું સપનું હતું કે રાજ્યની બધી સીટ જીતી તેઓ દિલ્હીમાં પીએમની ખુરસી લઈ લેશે અને પરિવારના એક સભયને તેલંગાણાની ગાદી સોંપી દેશે. પરંતુ હાલ તેમણે પોતાના રાજ્યની જ રાજનીતિ કરવી પડશે.

English summary
Rahul is the biggest loser of the Modi tsunami, after him the legendary name
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X