• search

EVMની પાસે આ શું કરી રહ્યાં હતા રાહુલ ગાંધી?

By Kumar Dushyant

અમેઠી, 8 મે: અમેઠીમાં બુધવારે લોકસભા ચૂંટણીના નવમા તબક્કામાં મતદાન દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને પાર્તીના ઉમેદવાર રાહુલ ગાંધી ચૂંટણી કમિશનના નિર્દેશોના ધજાગરા ઉડાવતાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી નિયમોને નજર અંદાજ ગણાવતાં ત્રણ પોલીંગ બૂથોમાં ઇવીએમની પાસે પહોંચી ગયા. બે બૂથો પર રાહુલ ગાંધીના ફોટા કેમેરામાં કેદ કરી દિધા હતા. રાહુલ ગાંધી આ બધુ ત્યારે કરી રહ્યાં હતા જ્યારે પોલિંગ બૂથ પર મતદાન ચાલી રહ્યું હતું. ચૂંટણી કમિશનના નિયમો અનુસાર કોઇપણ ઉમેદવાર વોટિંગ રૂમમાં પ્રવેશી શકે નહી.

લોકસભા ચૂંટણીના નવમા તબક્કામાં અમેઠીમાં પણ મતદાન થઇ રહ્યું હતું. રાહુલ ગાંધી મતદાનના દિવસે પ્રથમ વાર પોતાના મતદાન વિસ્તારમાં હાજર હતા. તે ફરી ફરીને પોલીંગ બૂથોની મુલાકાત લઇ રહ્યાં હતા. આ દરમિયાન તે તિલોઇ વિધાનસભા વિસ્તારના ઓછામાં ઓછા ત્રણ બૂથો પર નિયમોના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા.

બુધવારે સવારે 9.15 થી 10 વાગ્યા દરમિયાન શાહમઉના અષ્ટભુજા વિદ્યાલય, કુરાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ફૂલાના પોલિંગ બૂથ પર રાહુલ ગાંધી ઇવીએમના બિલકુલ નજીક પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટીએ ચૂંટણી કમિશનથી રાહુલ ગાંધીની ફરિયાદ કરી છે. આપે પોલિંગ બૂથ પર નિયમોને તોડતા રાહુલ ગાંધીના વધુ કેટલાક ફોટા શેર કર્યા છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જિલ્લા વહિવટીતંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જો કોઇ બીજો ઉમેદવાર આમ કરતો તો હોબાળો થઇ જાત.

શું કહે છે ચૂંટણી કમિશન

શું કહે છે ચૂંટણી કમિશન

ચૂંટણી કમિશનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર વોટીંગરૂમમાં ફક્ત ત્રણ લોગ વોટર, પ્રેસાઇડિંગ ઓફિસર અને ચૂંટણી અધિકારી જઇ શકે છે. તેમણે કહ્યું કે જો કોઇ ઉમેદવાર પોલીંગ સ્ટેશનમાં પ્રવેશ કરે છે, તો તેની જવાબદારી પ્રેસાઇડિંગ ઓફિસરની બને છે. તેમણે જણાવ્યું કે જો મતદાન દરમિયાન કોઇ ઉમેદવાર વોટિંગ રૂમમાં જાય છે તો તેના વિરૂદ્ધ વોટની ગોપનિયતાવાળા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ કાર્યવાહી થઇ શકે છે.

દસ વર્ષમાં જે ન થયું તે હવે થયું

દસ વર્ષમાં જે ન થયું તે હવે થયું

ગાંધી પરિવારની પ્રતિષ્ઠા કંઇક એવી છે કે ગત દસ વર્ષોમાં રાહુલ ગાંધીને વોટિંગ દરમિયાન અમેઠીમાં પગ મુકવાની જરૂરિયાત પડી નથી. અમેઠીના ગામથી માંડીને કસબા સુધી વોટ પડતા રહ્યાં. દિલ્હી કે પ્રચારમાં રાહુલ ગાંધી જીતતા રહ્યાં.

રાજકીય હવા બદલાઇ

રાજકીય હવા બદલાઇ

પરંતુ આ બદલે રાજકીય હવા બદલાઇ, તો રાહુલ ગાંધીને બદલવું પડ્યું. જો કે મતદારો પોતાના અંદાજ અને મિજાજથી એ વાતનો અહેસાસ વોટિંગથી પહેલાં કરાવી દે છે કે તેમની નારાજગીનું સ્તર કેવું છે?

લોકતંત્રની તાકાત

લોકતંત્રની તાકાત

લોકતંત્રની તાકાત પણ આ જ છે કે દેશનો સૌથી શક્તિશાળી પરિવાર પણ જ્યારે ચૂંટણી લડે છે, તો બહેનને ઘણા ગામડાઓનો તડકો સહન કરવો પડે છે અને ભાઇને પોતાને લગાવ બતાવવા માટે જાતે પહોંચવું પડે છે. પરંતુ બુધવારે રાહુલ ગાંધીની સાથે અમેઠીમાં જે થયું, તે આ પહેલાં ક્યારેય થયું ન હતું.

સ્થાનિક લોકોએ રાહુલ પર પ્રશ્નો ઉઠાવ્યા

સ્થાનિક લોકોએ રાહુલ પર પ્રશ્નો ઉઠાવ્યા

જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે અમેઠીના બૂથ દર બૂથ ફરી રહ્યાં હતા, તો તેમની બહાર તેમને ઘણીવાર મતદારોના તીખા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. પાર્ટી કાર્યકર્તાઓ અને સ્થાનીય લોકોનું કહેવું છે કે પહેલી વાર રાહુલ ગાંધીએ મતદાનના દિવસે બૂથની મુલાકાત લીધી.

દસ વર્ષ બાદ જોવા મળ્યા રાહુલ ગાંધી

દસ વર્ષ બાદ જોવા મળ્યા રાહુલ ગાંધી

એવી ઘટનાઓ બની જેથી રાહુલ ગાંધીની ચિંતા વધવી સ્વભાવિક છે. ચિલૌલી સિંહપુર બૂથ પર 63 વર્ષીય અંબિકા સરન સિંહે કહ્યું ''ચાલો દસ વર્ષ બાદ જોવા તો મળ્યું.'' આના પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો, ''હું અહીં આવ્યો તો છું.'' આના પર અંબિકા સરન સિંહે વળતો પ્રહાર કર્યો ''આજે તો તમે અહીં પોતાના સ્વાર્થ માટે આવ્યા છીએ.''

કોંગ્રેસે જુના કાર્યકર્તાઓને હંમેશા નજર અંદાજ કર્યા

કોંગ્રેસે જુના કાર્યકર્તાઓને હંમેશા નજર અંદાજ કર્યા

રાહુલ ગાંધીના ગયા બાદ અંબિકા સરન સિંહે કહ્યું '' હું ખેડૂત છું અને ગત 30 વર્ષથી કોંગ્રેસનો કાર્યકર્તા રહ્યો છું, પરંતુ કોંગ્રેસે જુના કાર્યકર્તાઓને હંમેશા નજર અંદાજ કર્યા છે.

ગુસ્સામાં જોવા મળ્યા રાહુલ ગાંધી

ગુસ્સામાં જોવા મળ્યા રાહુલ ગાંધી

ફૂલ ગામ બૂથ પર વધુ એક ઉગ્રતા જોવા મળી. એક નવયુવાન પરવેશ શુક્લાએ રાહુલ ગાંધીની તરફ બૂમ પાડીને કહ્યું ''ભઇયા..સડક પર ઝટકો લાગ્યો કે નહી,'' રાહુલે નજર અંદાજ કર્યો, તો તેને ફરીથી સવાલ કર્યો. તેના પર રાહુલ ગાંધી કહ્યું ''ભઇયા, તમે જાઓ ભાજપ માટે કામ કરો.'' તેના પર નવયુવાને આભાર માન્યો અને તેની સાથે હાજર લોકોએ 'હર હર મોદી'ના નારા લગાવવાનું શરૂ કરી દિધું અને રાહુલ ગાંધી ત્યાંથી નિકળી પડ્યા. પહેલી વાર વોટ આપનાર નર સિંહ બહાદુર સિંહે કહ્યું, ''મેં કોંગ્રેસને મત આપ્યો, પરંતુ ફક્ત એટલા માટે કારણ કે મારા પરિવારે એમ કહ્યું હતું.''

 જો કે થોડી રાહત પણ મળી

જો કે થોડી રાહત પણ મળી

જો કે મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં મતદારોએ રાહુલ ગાંધીને થોડી રાહત આપી. અબ્દુલ મદીને કહ્યું કે 'ભઇયા તમે અમારી તરફથી નિશ્વિત રહો. અમે બધા તમારી સાથે છીએ. પછી મીડિયાકર્મીઓ સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું 'તેમના મનમાં ફક્ત મારા પરિવાર માટે ગુસ્સો નથી, પરંતુ આખા દેશને લઇને નારાજગી છે.'' લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવતાં તેમણે કહ્યું કે 'તે બીજા રાજકીય પક્ષના લોકો છે.'' જો કે પ્રિયંકા-નરેન્દ્ર મોદી વચ્ચે શાબ્દિક યુદ્ધના કારણે વારાણસીના બદલે થોડા દિવસો માટે બધાની નજર અમેઠી પર મંડાઇ ગઇ હતી. અને વોટિંગના દિવસે પણ ખૂબ નાટક જોવા મળ્યું હતું.

વિરોધીઓ દ્વારા જીવ પુરવાથી મુદ્દો રસપ્રદ

વિરોધીઓ દ્વારા જીવ પુરવાથી મુદ્દો રસપ્રદ

દેશના રાજકીય ઇતિહાસમાં અમેઠી પર ગાંધી પરિવાર એકહથ્થું રાજ રહ્યું છે, પરંતુ આ વખતે કેટલાક કોંગ્રેસ વિરોધી સંકેત જરૂર મળ્યા. એવો કોઇ પોલ નથી જેમાં એમ કહેવામાં ન આવ્યું હોય કે અમેઠીમાં કોઇ રમત થઇ શકે છે. પરંતુ પહેલાં આમ આદમી પાર્ટી અને ત્યારબાદ ભાજપની સક્રિયતાએ હવામાં એવા સમાચાર ફેલાઇ દિધા કે રાહુલ ગાંધી ઝડપથી તે પકડ ગુમાવતા ગયા જે દસ વર્ષોમાં અમેઠીમાં બનાવી હતી.

રાહુલને ડર

રાહુલને ડર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસ અને ભાજપની સ્મૃતિ ઇરાનીએ દાવો કર્યો કે વોટિંગના દિવસે રાહુલનું અમેઠીમાં હાજર રહેવું એ વાતનો સંકેત છે કે તે આ વખતે ડરેલા છે.

મોદીએ પણ ઝડપ્યો મુદ્દો

મોદીએ પણ ઝડપ્યો મુદ્દો

ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી પણ આ મુદ્દાને ગરમ કરવાનું ન ચૂક્યા. બીજી સીટોના પ્રચાર પર નિકળનાર મોદીએ કહ્યું ''અત્યાર સુધી દેશને પોતાનો ખિસ્સો સમજનારાઓને જનતાએ એવો પાઠ ભણાવ્યો છે કે વોટિંગના દિવસે ઠેર-ઠેર ભટકવું પડે છે. અમેઠી હાથથી સરકી રહી છે.''

અમેઠી રાહુલને બચાવશે કે ડુબાડશે

અમેઠી રાહુલને બચાવશે કે ડુબાડશે

જો આ મુદ્દો જીતના માર્જિન સાથે જોડાયેલો છે. લાખો વોટથી આ સીટ જીતનાર રાહુલ ગાંધી ગત ચૂંટણીમાં પણ બધા 15 ઉમેદવારોની જમાનત કરાવી ચૂક્યાં છે. અમેઠી રાહુલ ગાંધીને બચાવશે કે ડુબાડશે, તેનો ફેંસલો 16 મેના રોજ થઇ જશે. પરંતુ આ સંકેત જરૂર મળી રહ્યાં છે કે આ વખતે કદાચ રાહુલ ગાંધી માર્જિન રેકોર્ડ સુધી પહોંચી શકશે નહી.

English summary
Congress Vice President Rahul Gandhi was found to be close to EVM machines during polling hours in Amethi constituency in the 8th phase of General Elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more