For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ભારતીય રેલ્વેના પ્રભુ રજૂ કરશે તેમનું બીજું રેલ બજેટ

|
Google Oneindia Gujarati News

ગુરુવારે રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુ સંસદમાં તેમનું બીજું રેલ્વે બજેટ રજૂ કરશે. ત્યારે આ બજેટથી સરકારની સાથે જ દેશના સવા કરોડ લોકોને પણ ભારે આશ છે. નોંધનીય છે કે પહેલેથી જ રેલ્વે ખોટમાં ચાલી રહી છે અને ભાડુ વધારવું સરકારને પોસય તેમ નથી ત્યારે આવા સંજોગોમાં ખોટમાં ચાલતી રેલ્વેને રાઇટ ટ્રેક પર કેવી રીતે લાવવી તે સુરેશ પ્રભુ માટે મોટો પડકાર સમાન છે.

જો કે શક્યતા તો એ જ છે કે સરકાર યાત્રી ભાડામાં વધારો કરી શકે છે. વળી જનરલ કોચ 24થી વધારીને 26 થાય તેવી પણ શકયતા રહેલી છે. પ્રિમીયમ ટ્રેનોની સંખ્યા વધી શકે છે. વળી ચર્ચા તો એ પણ છે કે બોઝ અને પટેલના નામો પર કેટલીક નવી ટ્રેનો શરૂ કરાય.જો કે નવા રૂટો અને નવી ટ્રેનો ચાલુ કરવાની જાહેરાત પણ પ્રભુ કરી શકે છે.

rail budget 2016

ત્યારે યાત્રીઓ આ રેલ્વે બજેટથી ઓછા ભાવદરે વધુ સુવિધા અને સફાઇની માંગ છે. તો બીજી તરફ કુલીઓ અને રેલસફાઇ કર્મીઓની પણ પોત પોતાની માંગો છે. ત્યારે સુરેશ પ્રભુ માટે આ બજેટ એક પકડાર સમાન છે. ત્યારે શું સુરેશ પ્રભુ રેલ્વેના અચ્છે દિન લાવી શકે છે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું.

English summary
Rail Budget 2016, to be announced by Railway Minister Suresh Prabhu, is expected to focus on massive capacity creation in the rail sector with a massively increased outlay of about Rs 1.25 lakh crore on the Indian Railways.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X