For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલ બજેટ 2017: અરુણ જેટલીએ રેલ ભાડું ના વધાર્યું પણ....

રેલ બજેટ 2017, જાણો રેલવે માટે નાણાં પ્રધાન અરુણ જેટલીએ શું મહત્વપૂર્ણ જાહેરાતો કરી.

|
Google Oneindia Gujarati News

નોંધનીય છે કે આ વખતે પહેલી વાર યુનિયન બજેટ અને રેલવે બજેટ સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નાણાં પ્રધાન અરુણ જેટલીએ રેલવે માટે 1,31,000 કરોડની ફાળવ્યા છે. નોંધનીય છે કે રેલવે હાલ આમ પણ મંદીમાં ચાલી રહી છે. અને અરુણ જેટલીની આ ફાળવણી બાદ પણ રેલવેની સ્થિતિમાં કોઇ ખાસ મોટો સુધારો નહીં આવે તેવું જાણકારોનું કહેવું છે.

rail budget

Read also: અરુણ જેટલીની બજેટ પોટલીમાંથી ખેડૂતો માટે શું નીકળ્યું?Read also: અરુણ જેટલીની બજેટ પોટલીમાંથી ખેડૂતો માટે શું નીકળ્યું?

મોદી સરકારમાં જ્યારે ચોથી વાર અરુણ જેટલી સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. રેલ બજેટને લઇને યાત્રીઓને આશા હતી કે રેલ ભાડું સસ્તુ કરવામાં આવશે. આ મામલે નાણાં પ્રધાન ખાસ કોઇ મોટી રાહત જાહેર નથી કરી. સારી વાત એ છે કે ના તો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે ના જ ઘટાડો. સાથે જ નવી ટ્રેનોની પણ કોઇ જાહેરાત આ બજેટમાં કરવામાં નથી આવી. તેમ છતાં નીચેના કેટલાક મહત્વના મુદ્દાઓને આ રેલ બજેટમાં આવરવામાં આવ્યા છે. જે અંગે વાંચો અહીં...

  • નવી મેટ્રો રેલ નીતિઓ લાવવામાં આવશે. 3500 કિલોમીટરમાં નવી રેલ પટરીઓ નાંખવામાં આવશે
  • પર્યટન અને તીર્થ સ્થળો માટે વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવશે
  • આઇઆરસીટીસીથી ટિકટ બુકિંગ પર સર્વિસ ટેક્સને પૂર્ણ કરવામાં આવશે
  • 500 સ્ટેશન પર વિકલાંગો માટે ખાસ સુવિધાઓ વધારવામાં આવશે. જેટલીએ કહ્યુ નદી, રસ્તાઓ અને રેલવે દેશની જીવન રેખા છે.
  • યાત્રીઓની સુરક્ષા માટે રેલવે સેફ્ટી ફંડ બનાવવામાં આવશે. જે માટે 1,31,000 કરોડ રૂપિયાની ફાળવવામાં આવશે.
  • સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. 300 સ્ટેશનોથી આ શરૂઆત કરવામાં આવશે.
  • માનવરહિત ક્રોંસિંગને 2020માં સંપૂર્ણ પણે નાબૂદ કરવામાં આવશે.
  • 7000 રેલવે સ્ટેશનો પર સૌર ઊર્જાની સુવિધા આપવામાં આવશે.
  • સરકાર 25 સ્ટેશનની પસંદગી કરશે જેનો વિકાસ કરવામાં આવશે.
  • રેલ્વેથી જોડાયેલી કંપનીઓ જેવી કે IRCON અને IRCTCના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરવામાં આવશે.
  • રેલ્વે ઇ ટિકિટ બુકિંગ પર સર્વિસ ટેક્સ નહીં લાગે.
  • વર્ષ 2018 સુધી તમામ ટ્રેનોમાં હશે બાયો ટોયલેટ
English summary
Rail budget 2017: Read here Arun jaitley announcement on rail budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X