For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવે ભાડાંમાં 21 જાન્યુઆરીથી વૃદ્ધિ થશે : રેલવે પ્રધાન

|
Google Oneindia Gujarati News

indian-railway
નવી દિલ્હી, 9 જાન્યુઆરી : નવી દિલ્હીમાં બુધવાર, 9 જાન્યુઆરી, 2013ના રોજ રેલવેમંત્રી પવનકુમાર બંસલે જાહેરાત કરી હતી કે રેલવેના ભાડાંમાં 21 જાન્યુઆરી, 2013થી વધારો કરવામાં આવશે. મીડિયાને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે રેલવેએ છેલ્લા 10 વર્ષથી રેલવેનું ભાડું વધાર્યું ન હતું. આ કારણે હવે ભાડાંમાં નજીવો વધારો કરવામાં આવી રહ્યો છે.

રેલવે પ્રધાને જણાવ્યું કે રેલવેના સ્લીપર ક્લાસમાં 6 પૈસા પ્રતિ કિલોમીટર ભાડું વધારવામાં આવશે. સેકન્ડ ક્લાસમાં પ્રતિ કિલોમીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવશે. એસી ફર્સ્ટ ક્લાસમાં પ્રતિ કિલોમીટર 10 પૈસાનો વધારો કરવામાં આવશે. જ્યારે એસી-3માં 3 પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરાશે. ઉપરાંત એસી ચેરકારમાં પ્રતિ કિલોમીટર 10 પૈસાનો વધારો કરવામાં આવશે.

પવનકુમાર બંસલે આ સાથે એવી ખાતરી આપી હતી કે બજેટ દરમિયાન રેલવે ભાડામાં કોઇ વધારો કરવામાં આવશે નહીં. વધારવામાં આવેલું રેલવે ભાડું 21 જાન્યુઆરી, 2013થી અમલી બનશે. મંત્રાલય પાસે ભાડા વધારવા સિવાય કોઇ ઉપાય ન હતો.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રેલવે પ્રધાન પવનકુમાર બંસલે ભાડાં વધારવા પાછળનું કારણ આપાતા કહ્યું હતું કે રેલવેનો ખર્ચો વધ્યો છે, પણ તેની સાથે ઘણા સમયથી ભાડાં વધ્યાં નથી. રેલવે પ્રધાન બંસલે પદભાર ગ્રહણ કરતા સમયે જ સ્પષ્ટ કહ્યું હતું કે રેલવે ભાડાં વધારવાની જરૂરિયાત છે.

રવિશંકર પ્રસાદ, પ્રવક્તા, ભાજપની પ્રતિક્રિયા

ફુગાવો વધ્યો છે ત્યારે રેલવે ભાડામાં વધારે ગરીબો માટે પડતા પર પાટું છે. બજેટ સમયે વધારો કરવાને બદલે તેના પહેલા જ વધારો કરી દેવો એ સરકાર મજબૂરીમાં કામ કરે છે આ તેનું ઉદાહરણ છે.

English summary
Rail freight will increase from January 21: Railway Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X