'રેલ રોકો' આંદોલન શાંતિપૂર્ણ રીતે થશે, અમે લોકોને બસ અમારી મુશ્કેલીઓ જણાવીશુ - રાકેશ ટિકૈત
નવી દિલ્લીઃ કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં કેન્દ્ર અને દેશભરના ખેડૂતો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ ગતિરોધ વચ્ચે 18 ફેબ્રુઆરીએ ખેડૂતોએ રેલ રોકો આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો આજે બપોરે 12 વાગ્યાથી આ આંદોલનની શરૂઆત કરશે. સાંજે 4 વાગ્યા સુધી ખેડૂતોનુ આ આંદોલન ચાલુ રહેશે. આ આંદોલનના કારણે ઘણી ટ્રેનો રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.
ભારતીય રેલવે ઉપરાંત રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરોએ ઘણી ટ્રેનોને રદ કરી દીધી છે અને ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરી છે. વળી, રેલ રોકો આંદોલન પર ભારતીય ખેડૂત સંગઠનના પ્રવકતા રાકેશ ટિકૈતે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે રેલ રોકો આંદોલન બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને 3-4 વાગ્યા સુધી ચાલશે. તેમણે કહ્યુ કે ટ્રેનો આમ પણ નથી ચાલી રહી. રેલ રોકો આંદોલન શાંતિપૂર્વક કરવામાં આવશે. અમે આ દરમિયાન પ્રભાવિત મુસાફરોને પાણી, દૂધ, લસ્સી અને ફળો આપીશુ અને પોતાની મુશ્કેલીઓ જણાવીશુ.
તેમણે આગળ કહ્યુ કે આ આંદોલન સ્થાનિક સ્તરે કરવામાં આવશે અને આંદોલન સ્થળથી કોઈ ખેડૂત રેલ રોકવા નહિ જાય. વળી, ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના સતનામ સિંહે પન્નુએ આ બાબતે માહિતી આપીને કહ્યુ કે પંજાબમાં 32 જત્થેબંદિઓ 32 જ્ગ્યાએ રેલ રોકશે. ઉલ્લેખનીય છે કે હજારો ખેડૂતો, જેમાં મોટાભાગના પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. દિલ્લીના ટિકરી સિંધુ અને ગાઝીપુર બૉર્ડર પર 75 દિવસથી વધુ સમયથી ડેરો નાખ્યો છે. તેમના દ્વારા કેન્દ્રીય કૃષિ કાયદાને રદ કરવા અને પાકના લઘુત્તમ સમર્થન મૂલ્યની કાનૂની ગેરેનટીની માંગ કરવામાં આવી રહી છે.
ખેડૂતોનુ આજે રેલ રોકો આંદોલન, જાણો કઈ ટ્રેનો થઈ રદ