• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોમવારથી દરરોજ ચાલવા લાગશે 200 ટ્રેન, સંચાલન પહેલા રેલવેએ આ અપીલ કરી

|

નવી દિલ્હીઃ દેશવ્યાપી લૉકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, 1 જૂનથી રેલવે દ્વારા નિર્ધારિત દરરોજ 200 નૉન એસી ટ્રેનોનું સંચાલન શરૂ થઈ જશે. કોરોના વાયરસના સંકરમણને જોતા રેલવે મંત્રાલયે શારીરિક રૂપે કમજોર અથવા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને યાત્રા ટાળવાની અપીલ કરી છે. મંત્રાલયનું કહેવું છે કે બીમારીથી ગ્રસ્ત લોકો, 10 વર્ષથી નાની ઉંમરના બાળકો, 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને ગર્ભવતી મહલાઓ જ્યાં સુધી બહુ જરૂરી ના હોય ત્યાં સુધી ટ્રેનમાં યાત્રા ના કરે.

1 જૂનથી દરરોજ 200 ટ્રેન ચાલશે

1 જૂનથી દરરોજ 200 ટ્રેન ચાલશે

જણાવી દઈએ કે ચલાવવામાં આવી રહેલ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાને લઈ ગૃહ મંત્રાલયે પણ એક ગાઈડલાઈન જાહેર કરી હતી જેમાં બીમાર, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ ્ને બાળકોને યાત્રા કરવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. રેલવેએ પણ એ ગાઈડલાઈનના આધારે 1 જૂનથી ચલાવવામાં આવનાર ટ્રેનોમાં યાત્રીઓને સુરક્ષા સંબંધી નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. એવું જોવામાં આવ્યું છે કે પહેલાથી ચલાવવામાં આવી રહેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં અન્ય બીમારીથી પીડિત લોકો પણ યાત્રા કરી રહ્યા છે જેનાથી તેમનામાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધી જાય છે.

પીયૂષ ગોયલે ટ્વીટ કરીને અપીલ કરી

કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ ટ્વીટ કરી લોકોને અપીલ કરી છે કે યાત્રી ગાઈડલાઈનનું પલન કરે. તેમણે લખ્યું કે, બધા નાગરિકોને મારી અપીલ છે કે ગંભીર રોગથી ગ્રસ્ત, ગર્ભવતી મહિલાઓ, અને 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં જરૂર ના હોય ત્યાં સુધી યાત્રા કરવાનું ટાળે. રેલવે યાત્રીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. રેલવેએ પોતાની અપીલમાં કહ્યું કે ભારતીય રેલવે દેશભરમાં દરરોજ કેટલીય શ્રમિક ટ્રેનો ચલાવી રહ્યા છે, જેથી પ્રવાસીઓને પોતાના ઘરની વાપી સુનિશ્ચિત કરી શકાય.

ભારતીય રેલવેએ આ આગ્રહ કર્યો

ભારતીય રેલવેએ આ આગ્રહ કર્યો

રેલવેએ કહ્યું કે, આ ટ્રેનોમાં એવા કેટલાય લોકો યાત્રા કરી રહ્યા છે જેઓ પહેલેથી જ બીમાર છે. એવામાં કોવિડ 19 મહામારી સંકટમાં તેમના સ્વાસ્થ્યને ખતરો વધી જાય છે. યાત્રા દરમિયાન પૂર્વ ગ્રસિત બીમારીઓથી લોકોના મૃત્યુ થયાના કેટલાક દૂર્ભાગ્યપૂર્ણ મામલા પણ મળ્યા છે. એવા કેટલાક લોકોની સુરક્ષા હેતુ રેલવે મંત્રાલય, ગૃહ મંતરાલયના આદેશો અંતર્ગત અપીલ કરે છે કે બીમાર વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પોતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જ્યાં સુધી બહુ જરૂરી ના હોય ત્યાં સુધી રેલ યાત્રા કરવાનું ટાળે.

રિઝર્વેશન સિસ્ટમમાં બદલાવ કર્યો

રિઝર્વેશન સિસ્ટમમાં બદલાવ કર્યો

લૉકડાઉન વચ્ચે રેલવેએ યાત્રીઓને વધુ એક મોટી ભેટ આપી છે. રેલવેએ રઝર્વેશન સિસ્ટમમાં બદલાવ કરતાં એડવાઈન્સ ટિકટ બુકિંગનો સમય વધારી દીધો છે. રેલવેએ મોટી રાહત આપતાં હવે સ્પેશિયલ ટ્રેનો માટે 30 દિવસને બદલે 120 દિવસ પહેલા ટિકિટ બુકિંગ શરૂ કરી દીધી છે. રેલવે તરફથી આ મામલે જાણકારી આપવામાં આવી છે. જે મુજબ 120 દિવસ પહેલા જ ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે.

1 જૂનથી આ નિયમો બદલાઈ જશે

1 જૂનથી આ નિયમો બદલાઈ જશે

1 જૂનથી તમારી રોજબરોજની જિંદગી સાથે જોડાયેલ કેટલીય ચીજો બદલાઈ જશે. તમારી આસપાસની કેટલીય ચીજોમાં બદલાવ થનાર છે. રેલવેથી લઈ વિમાન સેવા, બસ સર્વિસથી લઈ રાશન કાર્ડ વગેરે જેવી ચીજોમાં બદલાવ થવાના છે. સૌથી પહેલા ભારતીય રેલવેની વાત કરીએ તો 200 યાત્રી ટ્રેન શરૂ થવા જઈ રહી છે. અલગ અલગ વિસ્તારોમા ફસાયેલા લકોને કાઢવા માટે રેલવે મેલ, એક્સપ્રેસ ટ્રેનોની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જેના વિશે ટાઈમ ટેબલ શેર કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતીઓને આ ટ્રેન લાગૂ પડશે

ગુજરાતીઓને આ ટ્રેન લાગૂ પડશે

  • 02833/34 અમદાવાદ હાવડા એક્સપ્રેસ
  • 02916/15 દિલ્હી અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ
  • 02933/34 મુંબઇ મધ્ય અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
  • 09165/66 અમદાવાદ દરભંગા સાબરમતી એક્સપ્રેસ
  • 09167/68 અમદાવાદ વારાણસી સાબરમતી એક્સપ્રેસ
  • 09045/46 સુરત છાપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ
  • 02947/48 અમદાવાદ પટના અઝીમાબાદ એક્સપ્રેસ
  • 09083/84 અમદાવાદ મુઝફ્ફરપુર વાયા સુરત
  • 09089/90 અમદાવાદ ગોરખપુરથી સુરત
  • 02917/18 અમદાવાદ નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ

SpaceX- NASAનું હ્યૂમન સ્પેસ મિશન લૉન્ચ અમેરકાએ ઈતહાસ રચ્યો

English summary
railway appealed before 200 train starts, know who should not travel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more