• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રેલવે લાંચ કૌભાંડ : પવન બંસલના અંગત સ્ટાફની પણ તપાસ થશે

|
pawan-bansal
નવી દિલ્હી, 7 મે : રેલવે લાંચ કૌભાંડમાં બંસલની તો તપાસ અને પૂછપરછ કરવામાં આવશે જ આ સાથે તેમના અંગત સ્ટાફની પણ તપાસ કરવામાં આવી શકે છે. રેલવે બોર્ડના બરતરફ કરવામાં આવેલા સભ્ય (સ્ટાફ) મહેશ કુમારને ફરી સ્થાન અપાવવા માટે આપવામાં આવેલા લાંચના કૌભાંડમાં સીબીઆઇ રેલવે મંત્રી પવન કુમાર બંસલ પાસેથી સ્પષ્ટતા માંગી શકે છે. આ કેસમાં બંસલનો ભાણિયો વિજય સિંગલા પણ સંડોવાયેલો છે.

સીબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સી આ સમગ્ર કૌભાંડમાં બંસલ ઉપરાંત તેમના અંગત સ્ટાફની સંડોવણીની શક્યતાઓ ચકાસી રહી છે. આ સિલસિલામાં બંસલના સ્ટાફને આવનારા દિવસોમાં પૂચપરછ માટે બોલાવવામાં આવી શકે છે. સીબીઆઇ મહેશ કુમારની પોસ્ટિંગ સંબંધિત કેટલીક હકીકતો બંસલના અંગત સ્ટાફ પાસેથી મેળવશે.

હાલ સીબીઆઇ સિંગલા અને તેના સ્ટાફની પૂછપરછ કરી રહી છે. જેથી અધિકારીની ભૂમિકાને સમજી શકાય. જે મહેશ કુમારને સભ્ય (સ્ટાફ)થી બદલીને સભ્ય (ઇલેક્ટ્રિકલ)નું પદ આપતા અને મહાપ્રબંધક (પશ્ચિમ)નો વધારાનો પદભાર પણ આપવાના હતા. રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડના સભ્યોના પદમાં સીધો ફેરફાર એવી રીતે જ કરવામાં આવે છે જેવી રીતે નવા સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા સતર્કતાની મંજૂરી મળ્યા અને કેબિનેટની નિયુક્તિ સમિતિની સહમતી બાદ જ કરવામાં આવે છે.

રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર કોઇ પણ સભ્યને વધારાનો પદભાર આપવાની સત્તા માત્ર રેલવે મંત્રી પાસે છે. સીબીઆઇની સૂત્રો એમ જણાવે છે કે અત્યાર સુધી એવા કોઇ પુરાવા નથી મળ્યા જેમાં લાંચના તાસ સીધા બંસલ સાથે સંકળાયેલા હોવાનું દેખાતું હોય. આ અંગેની તપાસ હજી પ્રારંભિક સ્થિતિમાં જ છે. આરોપીઓની ગહત પૂછપરછ બાદ તેમની ધરપકડ અંગેના નિર્ણય લેવામાં આવશે.

સીબીઆઇનું કહેવું છે કે સિંગલાના ફોન કોલ્સની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે તે રેલવે મંત્રીના નજીકના અધિકારીઓના સંપર્કમાં રહેતો હતો. આ અધિકારીઓની તપાસ કરવી કે નહીં તે અંગે હજી સુધી સીબીઆઇ કોઇ નિર્ણય પર પહોંચી નથી. પણ તે કેટલાક મુદ્દે સ્પષ્ટતા માંગી શકે છે.

lok-sabha-home

English summary
Railway bribe scam : Pawan Bansal personal staff under scrutiny.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more