For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલ બજેટ: પ્રભુએ આપી મહિલાઓ અને વુદ્ધોને આ ખાસ સુવિધાઓ

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં ગુરુવારે બપોરે 12 વાગે રેલ પ્રધાન સુરેશ પ્રભુ તેમના રેલ બજેટને લઇને સંસદમાં પહોંચ્યા. જ્યાં તેમને તેમનું બીજું રેલ બજેટ રજૂ કર્યું. ત્યારે આ બજેટની તમામ ડિટેલ જાણવા માટે આ પેઝને રિફ્રેશ કરતા રહેજો. જેની બજેટની તમામ પળે પળની માહિતી અમે તમને આપી શકીએ.

બજેટ રજૂ કરતા પહેલા મીડિયા સાથે વાતચીત કરતા રેલ પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું કે તે રેલ્વેની સ્થિતિ સુધારવાનો દરેક સંભવ પ્રયાસ કરશે. અને આ રેલ્વે બજેટ લોકોના હિતનું બજેટ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ બજેટમાં રેલ્વેમાં યાત્રીઓને વધુમાં વધુ સુવિધાઓ મળે તે વાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ત્યારે આ બજેટના ક્યા કયા મુખ્ય મુદ્દા છે. શું શું ફાયદા રેલ પ્રધાને યાત્રીઓને આપ્યા છે. કેટલી નવી ટ્રેનો શરૂ થઇ છે. કેટલા નવા રૂટ શરૂ થયા છે. શું રેલ ભાડું છે તેવી તમામ ડિટેલ મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

સ્ટેશન પર બેબી ફૂડ ને ડાયપર

સ્ટેશન પર બેબી ફૂડ ને ડાયપર

સુરેશ પ્રભુએ આજે તેમનું બીજુ રેલ બજેટ જાહેર કરતા જણાવ્યું કે સ્ટેશનો પર બેબી ફૂડ, હોટ વોટર, બેબી ડાઇપર જેવી સુવિધાઓ આપવામાં આવશે.

વીમો

વીમો

વધુમાં ટિકટ બુક કરાવતી વખતે યાત્રા વીમો પણ કરાવી શકશો. વધુમાં પ્રત્યેક એ-1 ક્લાસ રેલ્વે સ્ટેશન પર ઓછામાં ઓછું એક સ્પેશ્યલ ટાયલેટ હશે જે દિવ્યાંગો માટે હશે.

કેટરિંગ સેવા

કેટરિંગ સેવા

આઇઆરસીટીસી ફેઝ મેનરમાં નવી કેટરિંગ સેવા શરૂ કરવામાં આવશે. જેમાં ભોજનને બનાવાથી લઇને આપવા સુધી તમામ પ્રક્રિયાને ચેક કરવામાં આવશે. સાથે જ 3 પાર્ટી ઓડિટ દ્વારા ગુણવત્તા પણ ચકાશવામાં આવશે.

ક્લીન માય કોચ સર્વિસ

ક્લીન માય કોચ સર્વિસ

ક્લીન માય કોસ સર્વિસ દ્વારા એક એસએમએસ દ્વારા તમે તમારા કોચની સફાઇની ડિમાન્ડ કરી શકો છો. વળી દરેક ટિકિટ પર બાર કોડ હશે. અને તત્કાલ કાઉન્ટર પર સીસીટીવી કવરેજ પણ હશે જેથી દલાલોથી છુટકારો મળી શકે. વધુમાં વેટ લિસ્ટ વાળા યાત્રીઓ માટે પણ વિકલ્પ આપવામાં આવશે.

નવી ટ્રેનો

નવી ટ્રેનો

1. હમ સફર- આ નામની નવી પ્રકારની ટ્રેનો પૂરી રીતે એસી ટ્રેનો હશે જે અનેક સ્ટેશનોની વચ્ચે ચાલશે..
2. તેજસ નામની નવી ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચાલશે જેમાં વાઇફાઇ પણ હશે.
3 ઉદય એક્સપ્રેસ- આ ડબલ ડેકર ટ્રેન છે જેમાં ચાલુ ટ્રેને પણ ટિકિટ મળશે.

રેલ ક્રોસિંગ

રેલ ક્રોસિંગ

આ વર્ષે 1000 જેવા માનવરહિલ રેલ કોસિંગને સમાપ્ત કરવામાં આવશે. સાથે જ 400 રેલ્વે સ્ટેશનોને આધુનિક કરવામાં આવશે. સાથે જ 100 રેલ્વે સ્ટેશનો પર વાઇફાઇ લગાવવામાં આવશે. અને આવનારા 2 વર્ષમાં 400 રેલ્વે સ્ટેશનો પર વાઇફાઇ લાગશે.

સીનિયર અને મહિલાઓ

સીનિયર અને મહિલાઓ

આ રેલ બજેટમાં સીનિયર સીટીઝન અને મહિલાઓના કોટામાં 50 ટકા વુદ્ધિ કરવામાં આવી છે.

અમદાવાદ મુંબઇ હાઇસ્પીડ કોરિડોર

અમદાવાદ મુંબઇ હાઇસ્પીડ કોરિડોર

સુરેશ પ્રભુએ તેમના બજેટમાં જણાવ્યું કે અમદાવાદ મુંબઇની વચ્ચે જાપાનની કંપનીની મદદ લઇને હાઇસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે.

જાહેરાત દ્વારા રેલ કરશે કમાણી

જાહેરાત દ્વારા રેલ કરશે કમાણી

રેલની કમાણી વધારવા માટે જાહેરાતોનો સહારો લેવામાં આવશે. જે માટે ટીવી સ્ક્રીન વધારાશે. અને રેલની ફાટકની પાસેની જમીન પર હાર્ડિંગ લગાવી સ્ટેશનો પર જાહેરાત દ્વારા રેલ રેવેન્યુ વધારશે.

એફએમ રેડિયો અને મેગેઝિન

એફએમ રેડિયો અને મેગેઝિન

ટ્રેનમાં એફએમ રેડિયા લગાવાની પણ યોજના છે. જે માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. વધુમાં ઓન બોર્ડ મેગેઝિન જે હાલ રાજધાનીમાં મળે છે તે હવે તમામ ક્ષેત્રીય ભાષાઓમાં તમામ રિઝર્વેશન ટ્રેનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

માલ ગાડીઓ અને સૌર ઊર્જા

માલ ગાડીઓ અને સૌર ઊર્જા

તમામ રાજ્યોમાં માલ ગાડીઓના નેટવર્કને વધારવામાં આવશે. વળી ડોર-ટૂ-ડોર કનેક્ટીવીટી માટે પાર્સલનું ઓનલાઇન બુકિંગ કરવાની પણ સુવિધા આપવામાં આવશે. વધુમાં વીજળી માટે રેલ્વે સ્ટેશનો પર સૌર ઊર્જા યંત્રો લગાવામાં આવશે.

તીર્થ સ્થળો, ડ્રોન અને ઓટો હબ

તીર્થ સ્થળો, ડ્રોન અને ઓટો હબ

વધુમાં તીર્થ સ્થળોના પ્લેટફોર્મની સ્વચ્છતા અને સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. ચેન્નઇમાં ભારતનું પહેલુ રેલ ઓટોહબ ખોલવામાં આવશે. અને ડ્રોન દ્વારા દૂરના વિસ્તામાં રેલ્વેની વિકાસ યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવશે

મુંબઇ અને દિલ્હી

મુંબઇ અને દિલ્હી

મુંબઇના પ્લેટફોર્મની ઊંચાઇ વધારવામાં આવશે સાથે જ દિલ્હીમાં રિંગ રોડની જેમ 21 રિંગ રેલ્વે શરૂ કરવામાં આવશે. વળી હવે 139 નંબર ડાયલ કરીને ટિકિટ કેન્સલ કરાવી શકાશે.

મિશન

મિશન

મિશન 25 ટન - રેવેન્યુ વધારવા માટે 70 ટકા સુધી માલ ગાડી નેટવર્ક વધારાશે.
મિશન જીરો એક્સીડન્ટ- વિશેષ યુનિટ લગાવી દુર્ધટનાને રોકવાનું કામ કરાશે
મિશન રફ્તાર- અંતર્ગત ડબલિંગ કરાશે
મિશન 100- 2 વર્ષમાં 100 સાઇટ
મિશન કોરિડોર- બે ફ્રેટ કોરીડોર સ્થાપિત કરાશે.

મેક ઇન ઇન્ડિયા

મેક ઇન ઇન્ડિયા

નવી રેલ ફેક્ટ્રીયો માટે 2000 કરોડનું રોકાણ. ઇસ્ટર્ન રીઝન માટે પૂર્ણ પાર્દશકતા. રાજધાની અને શતાબ્દી ટ્રેનો માટે ઉપકરણો મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં બનશે.

રેલ્વે ભર્તી

રેલ્વે ભર્તી

રેલ્વેમાં હવે ખાલી ઓનલાઇન ભર્તી થશે. જે માટે તમાર ભર્તી માટે એક સાઇટ બનાવવામાં આવશે. સોશ્યલ મીડિયા દ્વારા નવી નોકરીની જાણકારી આપવામાં આવશે.

અધિકારીઓનું પરફોર્મન્સ

અધિકારીઓનું પરફોર્મન્સ

ડીઆરએમથી લઇને તમામ મોટા અધિકારીઓનું પરફોર્મન્સ ચેક કરવામાં આવશે. તે પર જ પ્રમોશન થશે. દર વર્ષે પોતાના કામનો રિપોર્ટ રજૂ કરવો પડશે. જે તમામ ડિવિઝન પર લાગુ પડશે.

સામાન્ય માણસ માટે શું ?

સામાન્ય માણસ માટે શું ?

1. આઇવીઆરએસ સિસ્ટમ દ્વારા યાત્રીઓના ઇનપુટ લેવાશે.
2. મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, વેટિંગ રૂમની ઓન લાઇન બુકિંગ, ડિસ્પોઝીબલ બેડ રોલ જેવી સુવિધા અપાશે. 17000 બાયો ટોયલેટ લગાવાશે. પહેલી વાર બાયો-વેક્યૂમ ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસમાં લગાવવામાં આવશે. 1 લાખ 20 હજાર ટિકટ વેન્ડિંગ મશીન દ્વારા ખરીદાશે.

વડોદરોમાં બનશે રેલ યુનિવર્સિટી

વડોદરોમાં બનશે રેલ યુનિવર્સિટી

વડોદરામાં નેશનલ એકેડમી ઓફ ઇન્ડિય રેલ્વે વિશ્વવિદ્યાલય બનાવશે. જે દેશની પહેલી રેલ યુનિવર્સીટી રહેશે.

સ્પેશ્યલ યુનિટ, આરએનડી, નેટવર્ક પ્લાન

સ્પેશ્યલ યુનિટ, આરએનડી, નેટવર્ક પ્લાન

સ્પેશ્યલ યુનિટ બનાવવામાં આવશે. જે ડેટા કલેક્ટ કરશે. તે પર જ આગળની યોજના બનશે. રિચર્સ અને ડેવલપમેન્ટ માટે શ્રેષ્ઠ સંગઠન બનાવાશે. રેલ્વે નેટવર્ક પ્લાન હેઠળ રેલ લાઇન, બસ લાઇન અને એરપોર્ટ અને પોર્ટ્સને જોડવામાં આવશે.

English summary
Read Live news updates of Railway Budget 2016, which will be presented by Railway Minister Suresh Prabhu in Parliament. Rail Budget news in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X