ટ્રેન નવ દિવસે ગુજરાતથી બિહાર પહોંચી હોવાના સમાચારને રેલવેએ ફેક ન્યૂઝ ગણાવ્યા
રેલવે તરફથી કહેવામાં આવ્યુ છે કે એક ટ્રેનના ગુજરાતથી બિહાર પહોંચવામાં 9 દિવસ લાગવાના સમાચાર ખોટા છે. શુક્રવારે રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે કહ્યુ કે મીડિયામાં આ રીતના સમાચારો છે કે સુરતથી સીવાન માટે ગયેલ ટ્રેન નવ દિવસમાં પહોંચી. આ ફેક ન્યૂઝ છે. ટ્રેન બે દિવસમાં જ પહોંચી હતી. તેમણે જણાવ્યુ હતુ કે અત્યાર સુધી ચાલેલી 3840 ટ્રેનોમાં માત્ર ચાર એવી છે જે 72 કલાકથી વધુ સમય પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં લીધો છે.
હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે ગુજરાતના સુરતથી લગભગ બે હજાર મજૂરોને લઈને સીવાન માટે ગયેલી ટ્રેન રસ્તામાં ભટકી ગઈ અને તે સીવાન આવવાના બદલે ઓરિસ્સાના રાઉરકેલા જતી રહી. ટ્રેન એક સપ્તાહ સુધી બીજા રાજ્યમાં ભટકતી રહી અને આ ટ્રેન 9 દિવસે સીવાન પહોંચી. આ વિશે રેલવેએ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે રેલવેએ આને ધરમૂળથી ફગાવી દીધા. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે કહ્યુ કે ભારતીય રેલવેએ પોતાના ડૉક્ટર મોકલીને ટ્રેનમાં 30થી વધુ ડિલીવરી કરાવી છે. રેલવેએ ડૉક્ટરો અને નર્સોએ 24 કલાક કામ કરીને જ્યાં જરૂર છે ત્યાં પહોંચીને ડિલીવરી કરાવી તેમને હોસ્પિટલ, ઘરે શિફ્ટ કર્યા. તેમણે જણાવ્યુ કે 28 મે સુધી 3,840 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચાલી છે જેમાં લગભગ 52 યાત્રી જઈ ચૂક્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 1,524 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ગઈ અને લગભગ 20 લાખ યાત્રીઓને ઘરો સુધી પહોંચાડ્યા. છેલ્લા એક સપ્તાહમાં રોજ લગભગ 3 લાખ પ્રવાસી શ્રમિકોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા છે.
રેલવે બોર્ડ ચેરમેને કહ્યુ, રેલવે ઓરિજિનેટિંગ રાજ્ય(જે રાજ્યથી ટ્રેન ચાલે છે)ની માંગના હિસાબે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ઉપલબ્ધ કરાવી રહ્યા છે અને ધીમે ધીમે એવુ લાગી રહ્યુ છે કે ઓરિજિનેટિંગ રાજ્યની માંગ ઓછી થવા લાગી છે. 24 મેના રોજ અમે બધા રાજ્ય સરકારોને તેમની ટ્રેનોની જરૂર હતી, આ લગભગ 923 ટ્રેનોની હતી. કાલ અમે ફરીથી રાજ્ય સરકારોને વાત કરીને તેમની ટ્રેનોની જરૂર હતી, આજે માત્ર 449 ટ્રેનોની જરૂરત છે.
ગુજરાતથી 19 રાજ્યોમાં ગઈ સ્પેશિયલ ટ્રેનો, 14 લાખથી વધુ શ્રમિકોને પહોંચાડ્યા ઘરે