For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોલ ઑન-રોલ ઑફ સેવા અંતર્ગત રેલવે મહારાષ્ટ્ર સરકારને પહોંચાડશે તરલ ઑક્સીજન

રોલ ઑન-રોલ ઑફ સેવા અંતર્ગત રેલવે મહારાષ્ટ્ર સરકારને પહોંચાડશે તરલ ઑક્સીજન

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર સરકારના અનુરોધ બાદ રેલવેએ શુક્રવારે ક્રાયોજેનિક ટેંકર્સમાં તરલ ચિકિત્સા ઑક્સિજનના પરિવહનને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે રાજ્યના મુખ્ય સચિવે રેલવેને ક્રાયોજેનિક ટેંકર્સથી તરલ ઑક્સીજનના પરિવહનનો અનુરોધ કર્યો હતો. રેલવેએ આના પરિવહનને મંજૂરી આપતાં કહ્યું કે રાજ્યમાં વિવિધ સ્થળો સુધી લિક્વિડ ઑક્સીઝનને રોલ ઑન, રોલ ઑફ સેવા અંતર્ગત પહોંચાડવામાં આવશે, પરંતુ તેનો પૂરો ખર્ચો મહારાષ્ટ્ર સરકારે વહન કરવો પડશે.

railway

મહારાષ્ટ્ર સરકારના અનુરોધ પર રેલવેએ શુક્રવારે ક્રાયોજેનિક ટેંકર્સમાં તરલ ચિકિત્સા ઑક્સીઝનના પરિવન માટે નીતિ તૈયાર કરી છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. રેલવેએ આગળ કહ્યું કે આખા મામલાની તપાસ કરવામાં આવી છે અને સક્ષમ અધિકારીએ ક્રાયોજેનિક કંટેનર્સ દ્વારા તરલ ઑક્સિજનના પરિવહનને મંજૂરી આપી દીધી છે.

સર્ક્યુલરમાં આગળ કહેવામાં આવ્યું કે રોલ ઑન-રોલ ઑફ સેવા અંતર્ગત લોડ કરવામાં આવનાર કંટેનર્સ સાથે જનારા કર્મચારીઓએ દ્વિતીય શ્રેણીની ટિકિટ લેવી પડશે અને માત્ર બે વ્યક્તિઓને જ કંટેનર્સ સાથે જવાની મંજૂરી હશે. આ ઉપરાંત કંટેનર્સ ખાલી કર્યા બાદ પરત ફરવા માટે પણ મહારાષ્ટ્ર સરકાર પાસેથી જ પૈસા વસૂલ કરાશે.

ઉલ્લેખનીય છે કે અઠવાડિયાની શરૂઆતમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રાજ્યમાં મેડિકલ સેવા માટે તરલ ઑક્સીઝનની ઘણી કમી છે, તેમણે પીએમ મોદીને આ મામલે દખલ આપવાની દરખાસ્ત કરી હતી. જે બાદ શુક્રવારે પીએમ મોદીએ દેશમાં પર્યાપ્ત મેડિકલ ગ્રેડ ઑક્સીઝનની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે વ્યાપક સમીક્ષા કરી. પીએમઓ મુજબ સ્વાસ્થ્ય, ડીપીઆઈઆઈટી, રોડ અને પરિવહન જેવા મંત્રાલયોએ પીએમ મોદી સાથે ઈનપુટ શેર કર્યા. તેમણે જોર આપીને કહ્યું કે મંત્રાલયો અને રાજ્ય સરકારો વચ્ચે તાલમેલ સુનિશ્ચિત કરવો મહત્વપૂર્ણ છે.

100 દિવસ સુધી ભારતમાં રહેશે કોરોના વાયરસની બીજી લહેર, જાણો ક્યારે આવશે સ્થિરતા100 દિવસ સુધી ભારતમાં રહેશે કોરોના વાયરસની બીજી લહેર, જાણો ક્યારે આવશે સ્થિરતા

English summary
Railways to deliver liquid oxygen to Maharashtra government under roll-on-roll of service
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X