cold snow fall winter jammu kashmir weather uttar pradesh haryana punjab rajasthan cold wave karnataka fog chennai imd train indian railway chandigarh delhi north india uttarakhand dehradun rain ઠંડી હિમવર્ષા શિયાળો જમ્મુ કાશ્મીર હવામાન ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ રાજસ્થાન કર્ણાટક ચેન્નઈ આઈએમડી હવામાન વિભાગ ટ્રેન ભારતીય રેલવે ચંદીગઢ ઉત્તર ભારત ઉત્તરાખંડ દહેરાદૂન વરસાદ
દિલ્લી-હરિયાણામાં કરા પડ્યા, ઠંડી વધી, કાશ્મીરના 9 જિલ્લામાં બરફના તોફાનનુ એલર્ટ
Weather Updates: કાશ્મીરથી લઈને દિલ્લી સુધી ઠંડીનુ તાંડવ સતત ચાલુ છે. આજે સવારે દિલ્લીમાં વરસાદ સાથે કરા પડ્યા છે જેના કારણે ઠંડી ઘણી વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે વરસાદ માટે એલર્ટ જારી કરી હતી. દિલ્લીમાં અત્યારે ઝડપી પવન સાથે ઠંડી ઘણી વધી ગઈ છે. હવામાન ચોખ્ખુ થયા બાદ પારો એક વાર ફરીથી ઘટવાની સંભાવના છે જેના કારણે ઠંડી વધી શકે છે.

દિલ્લીમાં કરા પડ્યા, વરસાદે વધારી ઠંડી
ધૂમ્મસ અને શીત લહેરથી ત્રસ્ત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી થઈ રહેલા વરસાદે ઠંડી વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગે આગામી અમુક કલાકોમાં રેવાડી, ભિવાડી, માનેસર, ગુરુગ્રામ, પલવલ અને મુઝફ્ફરનગરના અલગ અલગ સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

9 જિલ્લામાં બરફના તોફાનનુ એલર્ટ
જમ્મુ અને કાશ્મીરમાં સતત થઈ રહેલા હિમવર્ષના કારણે ઠંડી વધી ગઈ છે. હવામાન વિભાગે અહીં હિમસ્ખલનની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરના 9 જિલ્લાઓમાં બરફના તોફાનનુ એલર્ટ આપ્યુ છે અને લોકોને ઘરમાં બહાર ન નીકળવાની અપીલ કરી છે.

હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના
પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તર પ્રદેશના પશ્ચિમી ભાગો, ઉત્તર અને પૂર્વ રાજસ્થાનના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનુ પૂર્વાનુમાન આપ્યુ છે. હવામાન વિભાગે જાન્યુઆરી સુધી માટે પૂર્વાનુમાન આપી દીધુ છે કે દિલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

સ્કાઈમેટે પણ આપી વૉર્નિંગ
તમને જણાવી દઈએ કે સમગ્ર ઉત્તર ભારત અત્યારે ભયંકર ઠંડીની ચપેટમાં છે. વળી, સ્કાઈમેટે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્લી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ વિસ્તારોમાં આજે સવારે હળવો વરસાદ થઈ રહ્યો છે. વળી, બીજી તરફ અમૃતસર, પટિયાલા અને અંબાલામાં ગાઢ ધૂમ્મસ જોવા મળી રહ્યુ છે. જેના કારણે લોકોને અવર-જવરમાં મુશ્કેલી આવી રહી છે. જ્યારે દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટક, તમિલનાડુના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.