આજે દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી, IMDએ અલર્ટ જાહેર કર્યું
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે આગલા કેટલાક કલાકો દરમ્યાન શામલી, મુઝફ્ફરનગર, સહારનપુર, દેવબંદ ઉત્તર-પૂર્વી દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આશંકા છે, હવામાન વિભાગે લોકોને સચેત રહેવા કહ્યું છે, જો કે વિભાગે અગાઉ કહ્યું હતું કે દિલ્હીમાં હળવો વરસાદ થશે અને મોસમ શુષ્ક જ રહેશે, સપ્ટેમ્બર દરમ્યાન અત્યાર સુધી રાજધાનીમાં સામાન્યથી 71 ટકા સુધી વરસાદ ઓછો થયો છે.

દિલ્હીનું મોસમ બદલાશે
હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં રવિવારથી નિમ્ન દબાણનું ક્ષેત્ર બની ગયું છે, જેનાથી ચોમાસું દ્રોણિકા સાગરથી થઈ પસાર થઈ રહ્યું છે. એક ટદ્રોણિકા (ટ્રફ) ઉત્તરી મહારાષ્ટ્રથી કેરળ દરિયા કાંઠા સુધી બનેલ છે. આ ત્રણ સિસ્ટમ સક્રિય રહેવાથી દેશના કેટલાય રાજ્યોમાં આજે અને કાલે વરસાદ થઈ શકે છે.

મૉનસૂનની અક્ષીય રેખા ફરીથી દિલ્હી- એનસીઆરની આસપાસ
હવામાન વિભાગ મુજબ 14 સપ્ટેમ્બરથી દિલ્હીમાં ફરી એકવાર હળવો વરસાદ શરૂ થશે. જે બાદ 16 સપ્ટેમ્બરે તેજ વરસાદ થઈ શકે છે. આ દરમ્યાન મૉનસૂનની અક્ષીય રેખા ફરીથી દિલ્હી-એનસીઆરની આસપાસ સક્રિય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે દિલ્હીમાં મૉનસૂન ઑક્ટોબરના પહેલા અઠવાડિયે અટકી શકે છે.

ગાજવીજ સાથે વરસાદ થશે
હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું કે દેશના વિવિધ વિસ્તારોમાં આગલા ત્રણથી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદનું અનુમાન છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતમાં આજેથી ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદનું અનુમાન છે.

સ્કાઈમેટે પણ ચેતવણી આપી
જ્યારે સ્કાઈમેટે કહ્યુ્ં કે આગલા 24 કલાક દરમ્યાન કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તર ભારતમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડમાં કેટલાય સ્થળોએ મૂસળધાર વરસાદ થઈ શકે છે. જ્યારે તેલંગાણા, મહારાષ્ટ્ર, દક્ષિણ-પૂર્વી ગુજરાત, પૂર્વી દક્ષિણ મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ અને આંતરિક તમિલનાડુમાં પણ કેટલાય સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની વચ્ચે એક બે સ્થળોએ ભારે વરસાદની આશંકા છે, જ્યારે બિહાર, ઝારખંડમાં મૂસળધાર વરસાદ થઈ શકે છે અને દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે.
પીએમ મોદી-અમિત શાહે 'હિંદી દિવસ' પર દેશવાસીઓને શુભકામના આપી