For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી, કુલ 54 લોકોના મોત અને 1300 લોકોનું કરાયું રેસ્ક્યૂ

ઉત્તરાખંડમાં ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે અને રાજ્ય સરકારના ડેટા અનુસાર, વિવિધ જિલ્લાઓમાં આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેહરાદૂન : ઉત્તરાખંડમાં ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે અને રાજ્ય સરકારના ડેટા અનુસાર, વિવિધ જિલ્લાઓમાં આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રકૃતિના આ પાયમાલમાં 19 લોકો ઘાયલ થયા છે અને 5 હજૂ પણ લાપતા છે.

uttarakhand rains

રાહત અને બચાવ કાર્ય માટે NDRF અને SDRF સાથે આર્મીની ટીમ પણ બોલાવવામાં આવી હતી. તે જ સમયે ગુરુવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉત્તરાખંડ પહોંચ્યા અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની હવાઈ મુલાકાત લીધી હતી.

વરસાદને કારણે છત્રીસ મકાનોને નુકસાન થયું

વરસાદને કારણે છત્રીસ મકાનોને નુકસાન થયું

ઉત્તરાખંડ સરકારના રિપોર્ટ મુજબ વરસાદ અને પૂરને કારણે કુલ 54 મૃત્યુમાંથી નૈનીતાલ જિલ્લામાં સૌથી વધુ 28 મોત થયા છે. જે બાદ ચંપાવતમાં 8 અનેઅલમોડામાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.

રાજ્ય સરકારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં આવેલા પૂરમાં 17ઓક્ટોબરે પ્રથમ મૃત્યુ નોંધાયું હતું, ત્યારબાદ 18 ઓક્ટોબરે આઠ અને 19 ઓક્ટોબરે 35 લોકોના મોત થયા હતા.

આમાંના મોટાભાગના મૃત્યુ વરસાદને કારણે મકાનતૂટી પડવાના બનાવોને કારણે થયા છે. વરસાદને કારણે છત્રીસ મકાનોને નુકસાન થયું છે.

ચારધામ યાત્રા ફરી શરૂ થઈ

ચારધામ યાત્રા ફરી શરૂ થઈ

NDRF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની ટીમે અત્યાર સુધીમાં રાજ્યમાં પૂર અને વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1300 લોકોનેબચાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, NDRF ની 17 ટીમ રાહત અને બચાવ કાર્ય માટે સમગ્ર ઉત્તરાખંડમાં ઉતારી દેવામાં આવી હતી. જો કે, બુધવારે હવામાનમાં થોડોસુધારો થયો હતો અને રાજ્ય સરકારે ફસાયેલા યાત્રાળુઓને કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની મુલાકાત લેવાની મંજૂરી આપી હતી.

જે બાદ ગુરુવારના રોજબદ્રીનાથ ધામ માટે નાના અને હળવા વાહનો માટે રસ્તાઓ પણ ખોલવામાં આવ્યા છે. નૈનીતાલથી રામગઢ અને મુક્તેશ્વર સુધીનો રસ્તો પણ હવે ખોલવામાં આવ્યો છે.

મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાનું વળતર

મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાનું વળતર

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે બેઘર લોકોને 1લાખ 9 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, મેં ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદને કારણે પ્રવર્તમાન કટોકટી અંગેવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી સાથે વાત કરી હતી. તેમને રાજ્યની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે.

English summary
Uttarakhand has been lashed by incessant rains for the past three days and according to state government data, 54 people have so far lost their lives in the tragedy in various districts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X