PM મોદી કરશે રાયસીના સંવાદના છઠ્ઠા સંસ્કરણનુ ઉદ્ઘાટન, 50 દેશોના દિગ્ગજ થશે શામેલ
નવી દિલ્લીઃ પીએમ મોદી આજે એટલે કે મંગળવારે રાયસીના સંવાદના છઠ્ઠા સંસ્કરણનુ ઉદ્ઘાટન કરશે. આ વખતે આ સંસ્કરણનુ આયોજન 13 એપ્રિલથી 16 એપ્રિલ વચ્ચે કોરોના મહામારીના કારણે ઑનલાઈન કરવામાં આવશે. આના કુલ 50 સત્ર આયોજિત કરવામાં આવશે જેમાં 50 દેશો અને બહુપક્ષીય સંગઠનોના 150 સ્પીકરો ભાગ લેશે. આ સંવાદનુ આયોજન વિદેશ મંત્રાલય અને ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહ્યુ છે જેમાં વિશ્વના ઘણા દિગ્ગજ નેતા તેમજ ગણમાન્ય વ્યક્તિઓ ભાગ લેશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે પ્રધાનમંત્રી મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ સંવાદ કાર્યક્રમનુ ઉદઘાટન કરશે અને રવાંડાના રાષ્ટ્રપતિ પૉલ કાગમે અને ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિકસેન અતિથિ રૂપે ઉદ્ઘાટન સત્રમાં શામેલ થશે. મંત્રાલયે કહ્યુ કે ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસન પણ આ સંમેલનમાં ભાગ લેશે.
મંત્રાલય અનુસાર આ કાર્યક્રમમાં સ્વીડનના પૂર્વ પ્રધાનમંત્રી કાર્લ બિલ્ટ, ઑસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી એટની અબૉટ, ન્યૂઝીલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી હેલન ક્લાર્ક ઉપરાંત પુર્તગાલ, રોમાનિયા, સિંગાપુર, નાઈજીરિયા, જાપાન, ઈટલી, સ્વીડન, ઑસ્ટ્રેલિયા, કેન્યા, ચિલી, માલદીવ્ઝ, ઈરાન, કતાર અને ભૂટાનના પૂર્વ મંત્રીઓનો સમૂહ પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 80 દેશોના 2000થી વધુ સહભાગી પહેલા જ પોતાનુ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી અન્ય લોકોના જોડાવાની સંભાવના છે.
પીએમ મોદીએ દેશવાસીઓને આપી નવરાત્રિની શુભકામનાઓ