For Quick Alerts
For Daily Alerts
રાજ ઠાકરે સામે બિન જમાનતી વોરન્ટ જારી
નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર: દિલ્હીની એક કોર્ટે વર્ષ 2008માં ઉત્તર ભારતીયો સામે નફરત ફેલાવનાર ભાષણ અંગેની એક ફરિયાદના આધારે શુક્રવારે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેની સામે બિનજમાનતી વોરન્ટ જારી કર્યુ છે.
દિલ્હીની એક સ્થાનીય અદાલતના આદેશ પર શહારી પોલીસે રાજ ઠાકરે સામે ફરિયાદ દાખલ કરી હતી. મુંબઇમાં આવીને વસેલા બિહારીયોને ઘુસણખોર કહેવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ નીરજ ગૌરે પ્રેમ શંકર શર્માની ફરિયાદના આધારે આ વોરન્ટ જારી કર્યું હતું. ફરિયાદીએ 31 ઓગષ્ટના રોજ રાજ ઠાકરે દ્વારા મુંમ્બઇમાં અપાયેલા ભાષણના આધારે ફરિયાદ કરી હતી.