
કોંગ્રેસ-એનસીપીનો સાથ ન મળવા છતા ભાજપ માટે મુસીબત બની શકે છે રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે 2014ની લોકસભા ચૂંટણી પહેલા 2011માં ગુજરાતના પ્રવાસે ગયા હતા. નરેન્દ્ર મોદીએ પોતે તેમને ગુજરાત આવવાનું આમંત્રણ આપ્યુ હતુ. નવ દિવસના ગુજરાત પ્રવાસ બાદ ઠાકરેએ કહ્યુ હતુ કે ગુજરાત જબરદસ્ત છે. તેમણે એ સમયે કહ્યુ હતુ કે તમે લોકો નરેન્દ્ર મોદીને નેતા તરીકે મેળવીને સૌભાગ્યશાળી છો. પરંતુ લોકસભા ચૂંટણી બાદ રાજ ઠાકરેના તેવર ભાજપ માટે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને હવે તે ભાજપ સામે જ ગુજરાતમાં રેલી કરી રહ્યા છે.

પીએમ મોદીની હિટલર સાથે તુલના
શુક્રવારે નાંદેડમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરતા તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે હિટલર ભારતના લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો છે. જોવાની વાત એ છે કે ભાજપ અને શિવસેના વચ્ચે તનાતની બાદ પણ ઠાકરે અને મોદી વચ્ચે સારા વ્યક્તિગત સંબંધ હતા. છેલ્લા અમુક સમયની વાત કરીએ તો મનસે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યુ છે. એવામાં રાજ ઠાકરેના નિવેદનને સમાચારોમાં રહેવા માટેનું માનવામાં આવી રહ્યુ છે.

ગઠબંધનમાં ન મળી જગ્યા
મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. એનસીપી નેતા શરદ પવાર ઈચ્છતા હતા કે આ ગઠબંધનમાં રાજ ઠાકરેને પણ શામેલ કરવામાં આવે પરંતુ કોંગ્રેસ આના માટે તૈયાર ન થઈ. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે હવે રાજ ઠાકરે નવી રણનીતિ હેઠળ કોંગ્રેસ-એનસીપીના નેતાઓ માટે રેલી કરશે. ગયા મહિને રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે તે લોકસભા ચૂંટણી નહિ લડે પરંતુ તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને મોદી, શાહ અને ભાજપ સામે પ્રચાર કરવા માટે કહ્યુ હતુ. તેમણે પુલવામા, કાશ્મીર, નોકરી, આતંકવાદ વિશે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

વિધાનસભા ચૂંટણી છે લક્ષ્ય
મનસેના નેતાનું કહેવુ છે કે પાર્ટીના પ્રમુખ જે સવાલ ઉઠાવી રહ્યા છે તે લોકોને વિચારવા માટે મજબૂર કરશે. મનસેનો મુંબઈ, ઠાણે, નાસિકમાં સારો પ્રભાવ છે, અહીં 2009માં પાર્ટીએ 13 સીટો જીતી હતી. પાર્ટીને એ વાતનો વિશ્વાસ છે કે આ રીતના પ્રચારથી આવનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને લાભ મળશે. ઠાકરેએ પહેલા જ પાર્ટીના કાર્યકર્તાઓને કહી દીધુ છે કે તે વિધાનસભા ચૂંટણી માટે પ્રચારમાં લાગી જાય.
આ પણ વાંચોઃ કેરળ ભાજપ અધ્યક્ષઃ મુસ્લિમોની ઓળખ 'તેમના કપડા ખોલવા'થી થઈ જશે