For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં ઝીકાના દર્દીઓની સંખ્યા 100 ને પાર, કેન્દ્રએ મોકલી રિચર્ચ ટીમ

રાજસ્થાનમાં આ વખતે ઝીકા વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઝીકાથી સંક્રમિત લોકોની સંખ્યા 100 ને પાર પહોંચી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં આ વખતે ઝીકા વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઝીકાથી સંક્રમિત લોકોની સંખ્યા 100 ને પાર પહોંચી ગઈ છે. આને જોતા કેન્દ્રએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની એક ટીમને વેક્ટર નિયંત્રણ ઉપાયો ઝડપી બનાવવા માટે રાજસ્થાન મોકલ્યા છે. રાજસ્થાનમાં ઝીકા વાયરસથી અત્યાર સુધીમાં 100 લોકો પ્રભાવિત થયા છે. જેમાં 23 ગર્ભવતી મહિલાઓ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે બુધવારે જયપુરમાં સંક્રમણથી 20 અને પડોશી જિલ્લામાં બે નવા કેસ આવ્યા.

આ પણ વાંચોઃ 'આધાર' ની મુશ્કેલીઓ ઘટી નથી, 50 કરોડ નંબર થશે બંધઆ પણ વાંચોઃ 'આધાર' ની મુશ્કેલીઓ ઘટી નથી, 50 કરોડ નંબર થશે બંધ

zika

રાજસ્થાનમાં ઝીકા વાયરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્રએ ઈન્ડિયાન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચની એક ટીમ મોકલી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે આઈસીએમઆરના વિશેષજ્ઞોની એક ટીમ ઈન્ટીગ્રેટેડ મોસ્કીટો મેનેજમેન્ટ પ્રોગ્રામના હિસ્સા રૂપે ઝીકા, ડેંગ્યુ અને ચિકનગુનિયા વાયરસ ફેલાવનાર મચ્છરો મારવા માટે શહેરમાં ઉપયોગમાં કરાત5 કીટનાશકોને બદલવા માટે જયપુર પહોંચી ગઈ છે.

આ પણ વાચોઃ મહાનવમીની દેશભરમાં ધૂમ, મંદિરોમાં શ્રદ્ધાળુઓની જબરદસ્ત ભીડઆ પણ વાચોઃ મહાનવમીની દેશભરમાં ધૂમ, મંદિરોમાં શ્રદ્ધાળુઓની જબરદસ્ત ભીડ

રાજસ્થાનના અધિક મુખ્ય સચિવ, ચિકિત્સા અને સ્વાસ્થ્ય, વીનુ ગુપ્તાએ બુધવારે જયપુરમાં સમીક્ષા બેઠકની અધ્યક્ષતા તરફથી સંક્રમિત મામલાના લેટેસ્ટ આંકડા જાહેર કર્યા. તેમાં જણાવવામાં આવ્યુ કે ઈલાજ બાદ ઝીકા વાયરસથી સંક્રમિત દર્દી હવે સારા છે. આમાંથી ઘણા દર્દીઓને ઈલાજ બાદ ઝીકાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. રાજસ્થાનમાં ઝીકાના સૌથી વધુ મામલા શાસ્ત્રીનગરમાં જોવા મળ્યા છે. અહીં મોટાપાયે ફોગિંગ અને કીટનાશકોનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

અધિકારીઓનું કહેવુ છે કે શાસ્ત્રીનગર અને પડોશી ક્ષેત્રોમાં એક લાખ ઘરોની તપાસ કરવામાં આવી છે. ઝીકા વાયરસ મચ્છરોથી થાય છે અને એડિસ મચ્છરોથી ફેલાય છે. જો ઝીકા વાયરસથી પીડિત વ્યક્તિનું લોહી કોઈ બીજા વ્યક્તિના સંપર્કમાં આવી જાય તો તેને પણ ઝીકાનું જોખમ વધી જાય છે. આ દરમિયાન ગર્ભવતી મહિલાઓને ખાસ કરીને પોતાનું ધ્યાન રાખવુ જોઈએ કારણકે ગર્ભવતી મા દ્વારા ગર્ભમાંના બાળકને પણમ ઝીકા વાયરસ થઈ શકે છે.

English summary
Rajasthan: As Zika Virus Infected Rose To 100, Centre Sends Indian Council Of Medical Research Team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X