
મતબેંકની રાજનીતિ કરનારાને દેશના કોઈ ખૂણામાં ઘૂસવા ના દેતાઃ પીએમ મોદી
રાજસ્થાનના અજમેરમાં ભારતીય જનતા પાર્ટીની રેલી વિજય સંકલ્પ સભામાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, હું દેશ અને દુનિયા માટે ભલે પ્રધાનમંત્રી છુ પરંતુ ભાજપ માટે હું એક કાર્યકર્તા છુ. એક કાર્યકર્તા રૂપે પાર્ટી જ્યારે પણ, જે પણ જવાબદારી આપે છે તે પૂરી કરવાની કોશિશ કરુ છુ. તમે બધા મળીને જેટલી વાર મને આવવા માટે કહેશો જ્યાં જ્યાં જવા માટે કહેશો, જો નાના બૂથની મીટિંગ માટે કહેશો આ કાર્યકર્તા હાજર છે.

જનતા પ્રત્યે સમર્પણ ભાવના
મોદીએ કહ્યુ વિરોધી દળમાં જે મરજી બોલવાની છૂટ હોય, માનસિક સંતુલન ના હોય, કોઈ પૂછનાર ના હોય ત્યારે યાત્રા ઘણી સરળ હોય છે અને તાળીએ પણ ખૂબ વાગે છે. 5 વર્ષ સરકાર ચલાવ્યા બાદ પળે પળ, પાઈ-પાઈનો હિસાબ આપવા માટે જનતા વચ્ચે જવુ તે બહુ મોટી જનતા પ્રત્યે સમર્પણ ભાવના હોય છે.
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે મતદાન, જાણો ચૂંટણી અંગેની સંપૂર્ણ માહિતી

જમીન આસમાનનો ફરક
પીએમ એ કહ્યુ કે એક તરફ મતબેંકની રાજનીતિનો ખેલ બીજી તરફ સબકા સાથ સબકા વિકાસ. આ નવી રાજનીતિની જવાબદારી બંનેમાં જમીન આસમાનનો ફરક હોય છે. જે મતબેંકની રાજનીતિ કરે છે તેમને ક્યારેક હિંદુ-મુસ્લિમનો ખેલ કરવામાં મઝા આવે છે. ક્યારેક આગળ-પાછળનો ખેલ કરવામાં મઝા આવે છે. ક્યારેક જાતિ-સંપ્રદાયની રાજનીતિ કરવામાં મઝા આવે છે. મતબેંકની રાજનીતિ કરનારાને હવે હિંદુસ્તાનના કોઈ ખૂણામાં ઘૂસવા ના દેશો. મતબેંકની રાજનીતિ કરનારા લોકોની માનસિકતા આ છે. જ્યાં મોકો મળે ટૂકડા કરો, જ્યાં મોકો મળે તિરાડ પેદા કરો, જ્યાં મોકો મળે એકબીજા સામે કરી દો તે લડતા રહેશે અને એકને ગળે લગાવીને પોતાનો ઉલ્લુ સીધો કરતા રહેશે.

5 વર્ષની અંદર 7 મેડીકલ કોલેજ
રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કહ્યુ, 50 વર્ષ કોંગ્રેસને મળ્યા, જે વિકાસ 5 વર્ષની અંદર આપણે આજે જોયો છે તે પહેલા આપણે ક્યારેય જોયો નથી. એક સમયે જે રાજસ્થાન શિક્ષણના ક્ષેત્રમાં 26 માં સ્થાન પર હતુ તે હવે બીજા સ્થાન પર પહોંચી ગયુ છે. રાજેએ કહ્યુ કે 50 વર્ષમાં રાજસ્થાનમાં 7 મેડીકલ કોલેજ બનાવવામાં આવ્યા તો સમગ્ર રાજસ્થાનમાં 5 વર્ષની અંદર અમે 7 મેડીકલ કોલેજ બનાવ્યા. આપણે ઘણા વર્ષોથી યમુનાના પાણીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તમારા પ્રયાસોથી અમે જે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા તેનાથી સીકર, ચૂરુ અને ઝુંઝુનુને ફ્લોરાઈડ મુક્ત પાણી મળી શકશે.
આ પણ વાંચોઃ જાણો રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીનું આખુ શિડ્યુલ