For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રેડીસન હોટલમાં ઊંઘમાં Bigg Boss સ્પર્ધક પર બળાત્કાર!

|
Google Oneindia Gujarati News

જયપુર, 15 એપ્રિલ: જાણીતા રિયાલીટી શો બિગ બોસ સીઝન 5ની સ્પર્ધક રહેલી એક સુપર મોડેલની સાથે ફેમશ હોટલમાં બળાત્કાર થયાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હા આ ઘટના રાસ્થાનના ઉદયપુરના હોટલ રેડીસન બ્લૂની છે. મોડેલની ફરિયાદ પર ઉદયપુરની અંબામાતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી લીધી છે અને મામલાની વધુ તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી વાત એ છે કે મોડેલની સાથે ઊંઘમાં બળાત્કાર કરવામાં આવ્યો અને જ્યારે તે સુઈને ઊઠી તો તેને ખબર પડી કે તેની સાથે બળાત્કાર થયો છે.

pooja mishra
પ્રાપ્ત જાણકારી અનુસાર મોડેલ હોટલના રૂમમાં સુઈ ગઇ હતી, તે જ સમયે કેટલાંક લોકો રૂમમાં ઘુસી આવ્યા અને તેની પર બળાત્કાર ગુજાર્યો. પોલીસ હવે એ જાણવામાં લાગી છે કે આરોપી હોટલના કર્મચારીઓ છે કે પછી બહારથી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે મોડેલ કેલેંડરની લોન્ચિંગ માટે ઉદયપુર આવી હતી. પોલીસનું કહેવું છે કે મોડેલની મેડિકલ તપાસ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે મોડેલે બે લોકોનું નામ લીધું છે જેના આધારે તપાસ હાથ કરાઇ રહી છે.

પોલીસે જણાવ્યું કે મોડેલ અત્રે મહિલા સશક્તિકરણને લઇને પોતાના અભિયાનના સિલસિલામાં પ્રેસ કોન્ફ્રેન્સ અને કાર્યક્રમ એટેન્ડ કરવા આવી હતી. આ ઉપરાંત કેલેન્ડરની લોન્ચિંગમાં પણ હાજરી આપવાની હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોડેલ બિગ બોસ 5માં પોતાના વર્તનના કારણે ખૂબ જ ચર્ચામાં હતી. શોમાંથી બહાર આવ્યા બાદ આ મોડેલે ઘણા ખુલાસા પણ કર્યા હતા. તેની સાથે બનેલી આ ચોંકાવનારી ઘટનાથી તે હેબતાઇ ગઇ છે અને પોલીસ પણ હેરાન છે. ન્યૂઝ ચેનલ સમાચાર પ્લસ અનુસાર મોડેલનનું નામ પૂજા મિશ્રા બતાવવામાં આવી રહ્યું છે.

પૂજા મિશ્રાનો વીડિયો...

English summary
Bigg Boss season 5 contestant Pooja Mishra revealed that she was raped by two men in Redisson Hotel Udaipur, district of Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X