કોરોના સંકટમાં રાજસ્થાનની સીમા સીલ, આ શરત સાથે પ્રવેશ મળશે
જયપુરઃ કોરોના વાયરસનું સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. રાજસ્થાનમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 3355 સુધી પહોંચી ચૂક્યો છે. 95 લોકોના મોત થઈ ચૂક્યાં છે. આ દરમિયાન બુધવાર રાતે મુક્યમંત્રી નિવાસ પર કોરોના સંક્રમણને લઈ સમીક્ષા બેઠક થઈ, જેમાં રાજસ્થાનની સીમાઓને સીલ કરવાનો ફેસલો લેવામાં આવ્યો છે.
સમીક્ષા બેઠક બાદ સીએમ ગેહલોતે કહ્યું કે તરત તત્કાળ પ્રભાવથી રાજસ્થાનની બધી જ આંતરરાજ્ય સીમાઓ સીલ કરી રેગ્યુલેટ કરવામમાં આવશે, જેનાથી રાજ્ય સરકાર તરફતી નિર્ધારિત પ્રક્રિયા અપનાવી અધિકૃત વ્યક્તિ જ રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ મુજબ આંતરરાજ્ય અવરજવરની મંજૂરી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ દિશા નિર્દેશો અને શરતોનું કડકાઈથી પાલન કરતા જ આપવામાં આવશે. પાછલા દિવસે દેશના કેટલાય રાજ્યોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યના મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે તેઓ અન્ય તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી સૂચિત કરે છે કે રાજસ્થાનમાં આવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર દિશા નિર્દેશોમાં અનુમત શ્રેણીના એવા લોકોને જ મંજૂરી આપવામાં આવશે, જે આની બદી શરતોને પૂરી કરશે અને રાજસ્થાનના પૂર્વ સહમતિ પણ પ્રાપ્ત કરશે.
મુખ્યમંત્રી ગેહલોત દ્વારા જાહેર કરાયેલ દિશા નિર્દેશ મુજબ વિદેશથી આવતા વ્યક્તિ જ્યાંપણ લેન્ડ કરસશે તેમને ત્યાં જ સંસ્થાગત 14 દિવસ માટે ક્વારંટાઈન કરવામમાં આવશે. તથા તે બાદ તેના કોવિડ ટેસ્ટ કરવામાં આવસે. જે બાદ પણ હોમ ક્વારંટાઈન જેવા નિયમોનું પાલન જરૂરી હશે.
Vizag Gas Leak: રાહુલ ગાંધીએ કહ્યું ઘટનાથી છું સ્તબ્ધ, પીડિતો માટે કરી પ્રાર્થના