રાજસ્થાન : પુલ પરથી મીની બસ પડી, 12ની મોત

Posted By:
Subscribe to Oneindia News

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં શનિવારે વહેલી સવારે દુભાગ્યપૂર્ણ રોડ અકસ્માત થયો. જેમાં 12 લોકોની મોત થઇ હોવાની ખબર મળી છે. સાથે જ 24 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. વહેલી સવારે આ અકસ્માતમાં મીની બસ પુલ પરથી પોતાનું સંતુલન ખોઇને નીચે બનાસ નદીમાં પડી. જે પછી સ્થાનિક લોકોએ બસમાં ફસાયેલા લોકોને બચાવવાનું અને તંત્રની જાણકરવાનું કામ શરૂ કર્યું. હાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અને રાહત બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

accident

વધુમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બચાવ કાર્ય મોડું શરૂ થયું નહીંતર હજી વધુ લોકોના પ્રાણ બચાવી શકાયા હોત. ત્યારે કયા કારણોથી આ અકસ્માત થયો છે તે વાત હાલ જાણી નથી શકાઇ. પણ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પણ ધીરે ધીરે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. અને શોકગ્રસ્ત સ્થિતિ સર્જાઇ છે.

English summary
Rajasthan : Bus fell into banas river near Sawai Madhopurs, 12 dead

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.