For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન: 8માંના પુસ્તકમાં બાલગંગાધર તિલકને ‘ફાધર ઓફ ટેરરિઝમ’ વર્ણવ્યા

"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ રહીશ" નો નારો બુલંદ કરનારા સ્વાતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલકને રાજસ્થાનની સ્કૂલના 8 માંના પુસ્તકમાં ‘ફાધર ઓફ ટેરરિઝમ' તરીકે વર્ણવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઈને જ રહીશ" નો નારો બુલંદ કરનારા સ્વાતંત્રતા સેનાની બાલ ગંગાધર તિલકને રાજસ્થાનની સ્કૂલના 8 માં ધોરણના પુસ્તકમાં 'ફાધર ઓફ ટેરરિઝમ' તરીકે વર્ણવવામાં આવ્યા છે. RBSEમાંથી માન્યતા પ્રાપ્ત એક શાળાના 8 માં ધોરણમાં ભણાવાતી સામાજિક વિજ્ઞાનના અંગ્રેજીના પુસ્તકમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

tilak

'આતંકવાદના જનક' કહ્યા

તમને જણાવી દઈએ કે રાજસ્થાન રાજ્ય પાઠ્યક્રમ બોર્ડ પુસ્તકોને હિન્દીમાં પ્રકાશિત કરે છે. જ્યારે બોર્ડમાંથી માન્યતા પ્રાપ્ત અંગ્રેજી માધ્યમની સ્કૂલો માટે મથુરાના એક પ્રકાશક દ્વારા પ્રકાશિત સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્કૂલમાં આ પુસ્તક ભણાવવામાં આવી રહ્યુ છે તે રાજસ્થાન માધ્યમિક શિક્ષા બોર્ડમાંથી માન્યતા પ્રાપ્ત છે. સામાજિક વિજ્ઞાનની અંગ્રેજીની સંદર્ભ પુસ્તકના 22 માં પાઠમાં પાનાં નંબર 267 પર તિલક વિશે લખવામાં આવ્યું છે, "તેમણે રાષ્ટ્રીય આંદોલનનો રસ્તો બતાવ્યો હતો એટલા માટે તેમને 'આતંકવાદના જનક' કહેવામાં આવે છે." તેમાં કહેવામાં આવ્યુ છે કે, "તિલકનું માનવુ હતુ કે બ્રિટિશ અધિકારીઓને વિનંતી કરવાથી કંઈ મળવાનું નથી." શિવાજી અને ગણપતિ મહોત્સવ દ્વારા તિલકે દેશમાં જાગૃતતા ફેલાવવાનું કાર્ય કર્યુ હતુ.

વળી, પુસ્તકના પ્રકાશકે સ્પષ્ટતા આપતા કહ્યુ છે કે જે ભૂલ થઈ છે તેને સુધારી લેવામાં આવી છે. પીટીઆઈને આપેલા નિવેદનમાં પ્રકાશકના કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યુ કે આ ભૂલ વિશે જાણકારી મળતાં જ તેને ગયા મહિને જ સુધારી લેવામાં આવી હતી. કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યુ કે આ ભૂલ અનુવાદક તરફથી કરવામાં આવી હતી.

English summary
rajasthanclass 8 reference book calls bal gangadhar tilak father of terrorism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X