ભાજપા નેતા પણ જાણે છે કે, 350 આતંકીઓ મારવાનો દાવો ખોટો છે: અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદી વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે પાકિસ્તાન સામે કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં 350 આતંકીના મૌતના આંકડા પર દેશની માફી માંગે. અશોક ગેહલોત ઘ્વારા જણાવવામાં આવ્યું કે પુલવામાં હુમલા પછી આખો દેશ અને વિપક્ષ તેમની સાથે ઉભો હતો. સામાન્ય રીતે રાષ્ટ્રીય મુદ્દે ટિપ્પણી કરવાથી બચતા અશોક ગેહલોત પોતાના નિવેદનમાં પીએમ મોદી પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા.
દિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી? સર્વેમાં ખુલાસો

આતંકીઓના માર્યાનો દાવો ખોટો
અશોક ગેહલોતે પુલવામાં હુમલાને કાયરતા ગણાવી અને કહ્યું કે તેની નિંદા કરવા માટે શબ્દો પણ નથી. તેમને કહ્યું કે ભાજપના નેતાઓ અવસારવાદથી ગ્રસ્ત છે કારણકે તેમને ખબર છે કે સર્જીકલ સ્ટ્રાઇક 2 માં 350 આતંકીઓને મારવાનો દાવો ખોટો છે. અશોક ગેહલોત ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુપીએ સરકારના કાર્યકાળમાં 4239 આતંકીઓને મારવામાં આવ્યા હતા, જયારે મોદી સરકારમાં 876 આતંકીઓ મર્યા છે.

ભાજપા અધ્યક્ષે દાવો કર્યો
તેમને કહ્યું કે ભાજપા અધ્યક્ષ અમિત શાહ ઘ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં 250 આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. તેના સિવાય ભાજપના એક મંત્રીએ પણ આવો જ આંકડો આપ્યો હતો. પરંતુ ભારતીય વાયુસેનાના પ્રમુખ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેનું અનુમાન નહીં લાગે શકાય, અમારું કામ ટાર્ગેટ હિટ કરવાનું છે, લાશો ગણવાનું નહીં. અશોક ગેહલોત ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારી વાયુસેના આ દેશનું ગર્વ છે.

ચૂંટણી માટે આવું કરે છે
અશોક ગેહલોતે જણાવ્યું કે તેમને ક્યારેય પણ સૈન્ય કાર્યવાહી પર સવાલ નથી કર્યા કારણકે તેઓ સૈનિકોનું સમ્માન કરે છે. તેઓ દેશની રક્ષા કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. તેમને કહ્યું કે ભાજપ એર સ્ટ્રાઇક પર રાજનીતિ કરવાનો કોઈ પણ મોકો નથી છોડી રહી. જયારે પણ ચૂંટણી હારતા હોય ત્યારે તેઓ કંઈક આવું જ કરે છે. ગુજરાત ચૂંટણી વખતે પણ તેમને આવું જ કર્યું હતું.