
રાજસ્થાનઃ 15 ધારાસભ્યો લેશે મંત્રી પદના શપથ, લિસ્ટ આવ્યુ સામે, જાણો કોનુ-કોનુ નામ
જયપુરઃ રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારના બધા મંત્રીઓના રાજીનામા બાદ આજે રવિવારે(21 નવેમ્બર) નવા મંત્રી શપથ લેશે. સીએમ અશોક ગહેલોતે શનિવારે સાંજે રાજ્યપાલ પાસે આ માટે મુલાકતા કરી. રવિવારે રાજભવનમાં શપથ ગ્રહણ થશે જેમાં 15 ધારાસભ્ય મંત્રી પદના શપથ લેશે. આમાં 11 કેબિનેટ મંત્રી અને ચાર રાજ્યમંત્રીના શપથ લેશે.
આ મંત્રીઓ લેશે શપથ
અશોક ગહેલોતના મંત્રીમંડળમાં 15 નવા મંત્રીઓના નામોનુ લિસ્ટ આવી ગયુ છે. 11 કેબિનેટ મંત્રીઓમાં ગુઢામાલાનીથી ધારાસભ્ય હેમારામ ચૌધરી, બાગીડોરાથી ધારાસભ્ય મહેન્દ્રજીત સિંહ માલવીય, માંડલ ધારાસભ્ય રામલાલ જાટ, હવા મહલ ધારાસભ્ય મહેશ જોશી, ડીગ કુમ્હેર એમએલએ વિશ્વેન્દ્ર સિંહ, સપોટરા ધારાસભ્ય રમેશ મીણા, સિકરાયથી ધારાસભ્ય મમતા ભૂપેશ બૈરવા, વૈર ધારાસભ્ય ભજનલાલ જાટવ, અલવર ગ્રામીણના ધારાસભ્ય ટીકારામ જૂલી, ખાજુવાલા ધારાસભ્ય ગોવિંદરામ મેઘવાળ અને બાનસૂર વિધાનસભા સીટથી એમએલએ શકુંતલા રાવત શામેલ છે.
11 કેબિનેટ મંત્રીઓ ઉપરાંત ચાર રાજ્ય મંત્રી બનાવવામાં આવશે. જે ચાર ધારાસભ્ય રાજ્યમંત્રીના શપથ લેશે તે છે - કામાથી ધારાસભ્ય જાહિદા, ઝુંઝનુથી ધારાસભ્ય બૃજેન્દ્ર સિંહ ઓલા, ઉદયપુરવાટીથી ધારાસભ્ય રાજેન્દ્ર ગુઢા અને દોસાના એમએલએ મુરારીલાલ મીણા.
બધા મંત્રીઓએ આપી દીધુ હતુ રાજીનામુ
રાજસ્થાનમાં ઘણા સમયથી મંત્રીમંડળમાં ફેરફાર અને વિસ્તાર વિશે ચર્ચા થઈ રહી હતી. હાલમાં જ મુખ્યમંત્રી અશોક ગહેલોતે પાર્ટી નેતા પ્રિયંકા ગાંધી, અજય માકન અને કેસી વેણુગોપાલ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ શુક્રવારે ત્રણ કેબિનેટ મંત્રી રઘુ શર્મા, હરીશ ચૌધરી અને ગોવિંદ ડોટાસરાએ અશોક ગહેલોતની કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. વળી, શનિવારે બધા મંત્રીઓએ રાજીનામા આપી દીધા. શનિવારે સાંજે મુખ્યમંત્રી અશોક ગહેલોતના આવાસ પર થયેલી મંત્રી પરિષદની બેઠકમાં બધા મંત્રીઓએ રાજીનામા આપ્યા. હવે રવિવારે સાંજે 15 નવા મંત્રી રાજભવનમાં પદના શપથ લેશે. શપથ સમારંભ માટે રાજભવનમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.