For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનઃ કોંગ્રેસે એવા નેતાઓની યાદી માગી જેમણે ચૂંટણીમાં કોંગ્રેસને જ નુકસાન પહોંચાડ્યું હોય

કોંગ્રેસે પાર્ટીને નુકસાન પહોંચાડનાર નેતાઓની યાદી માગી

|
Google Oneindia Gujarati News

જયપુરઃ કોંગ્રેસે રાજસ્થાનની દરેક વિધાનસભા સીટ પરથી તેવા નેતાઓના નામ મંગાવ્યાં છે જેમણે 7 ડિસેમ્બરે થયેલ ચૂંટણીમાં પાર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે કહ્યું કે તેના તેવા નેતાઓ અને કાર્યકર્તાઓ પર રિપોર્ટ માંગવામાં આવી છે જેમણે પાર્ટી ઉમેદવારો વિરુદ્ધ કામ કર્યું હતું. પાયલટે જણાવ્યું કે ચૂંટણી જીતનાર લોકોએ પણ ફરિયાદ કરી છે કે કેટલાક લોકો એમને સહયોગ નહોતા કરી રહ્યા. પાર્ટી ફરિયાદના મામલા ઉઠાવશે, જો ફરિયાદ સાચી હશે તો તેવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

પાર્ટી વિરોધી ગતિવિધિઓ પર ચર્ચા

પાર્ટી વિરોધી ગતિવિધિઓ પર ચર્ચા

સચિન પાયલટે કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વની સાથે પાર્ટી વિરોધી ગતિવિધિઓ પર ચર્ચા કરવામાં આવી છે. 200 સભ્યોવાળી વિધાનસભા સીટમાંથી કોંગ્રેસને 99 સીટ મળી છે જ્યારે ભાજપને 73 સીટ મળી છે. એક ઉમેદવાર મૃત્યુ પામ્યો હોવાના કારણે એક સીટ પર ચૂંટણીમાં વિલંબ થયો. કોંગ્રેસે પોતાના સહયોગી રાષ્ટ્રીય લોકદળ દ્વારા જીતેલ સીટની મદદથી બહુમતનો આંકડો અડી લીધો છે. 6 સીટ જીતનાર બહુજન સમાજ પાર્ટી પણ રાજ્યમાં કોંગ્રેસ સરકારનું સમર્થન કરી રહી છે.

યાદી માગી

યાદી માગી

પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કેટલાક નેતાઓની પાર્ટીની ગતિવિધિઓને પગલે કોંગ્રેસને 10-15 સીટમાં નુકસાન થયું છે. નવેમ્બરમાં કોંગ્રેસે પાર્ટીના ઉમેદવારો વિરુદ્ધ વિધાનસભા ચૂંટણી લડનાર 9 પૂર્વ ધારાસભ્યો સહિત 28 બાગીઓને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા, જેમાં પૂર્વ મંત્રી મહાદેવ સિંહ ખંડેલા અને બાબૂ લાલ નાગર પણ સામેલ છે.

વિસ્તૃત રિપોર્ટ મોકલવામાં આવે

વિસ્તૃત રિપોર્ટ મોકલવામાં આવે

એટલુ્ં જ નહિં યુવા કોંગ્રેસે પણ પોતાના સંગઠનથી આઠ સભ્યોને દૂર કરી મૂક્યા છે. પાર્ટીના નેતાએ કહ્યું કે એક વિસ્તૃત રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવી છે. આ રિપોર્ટમાં એવી સીટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં આ નેતાઓ અથવા કાર્યકર્તાઓએ પાર્ટીની શક્યતાઓને નુકસાન પહોંચાડ્યું છે.

મનમોહન સિંહને 'ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ગણાવવા પર શિવસેનાએ આપ્યું મોટું નિવેદનમનમોહન સિંહને 'ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ગણાવવા પર શિવસેનાએ આપ્યું મોટું નિવેદન

English summary
Rajasthan Congress seeks list of leaders who ‘harmed party’ in assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X