For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનઃ કોંગ્રેસની જીતના આ આંકડા જોઈને ચોંકી જશો!

છેલ્લા 15 વર્ષોથી ભાજપનો ગઢ રહેલ છત્તીસગઢમાં કોંગ્રેસે પ્રચંડ જીત નોંધાવી છે. અહીં કોંગ્રેસે ભાજપની તુલનામાં 11 ટકાથી વધુ મત મેળવીને ઈતિહાસ રચી દીધો છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા 15 વર્ષોથી ભાજપનો ગઢ રહેલ છત્તીસગઢમાં કોંગ્રેસે પ્રચંડ જીત નોંધાવી છે. અહીં કોંગ્રેસે ભાજપની તુલનામાં 11 ટકાથી વધુ મત મેળવીને ઈતિહાસ રચી દીધો છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપની સીટોનું અંતર 25થી વધુ છે. જો કે કોંગ્રેસને રાજસ્થાનમાં એટલી મોટી જીત નથી મળી પરંતુ સરકાર બનાવવા લાયક સીટોનો આંકડો તેને મળી રહ્યો છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018ના પરિણામોમાં જે સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે તે છે મત ટકાવારી. તમે જાણીને ચોંકી જશો કે અહીં કોંગ્રેસને ભાજપની તુલનામાં માત્ર અડધા ટકા મતો જ વધુ મળ્યા છે. એનો અર્થ એ કે ભાજપે માત્ર અડધા ટકા મતના કારણે રાજસ્થાનની સત્તા ગુમાવી દીધી.

આ પણ વાંચોઃ પહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકારઆ પણ વાંચોઃ પહેલી મોટી જીતથી રાહુલ આવી ગયા મોદીના મુકાબલે, 2019માં બનશે મોટો પડકાર

માત્ર અડધા ટકા મત સાથે કોંગ્રેસે ઉખાડી ભાજપની સત્તા

માત્ર અડધા ટકા મત સાથે કોંગ્રેસે ઉખાડી ભાજપની સત્તા

ચૂંટણી કમિશનના આંકડા મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસને 39.1 ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપને 38.6 ટકા મત મળ્યા છે. બંને પક્ષો વચ્ચે માત્ર 0.5 ટકા મતોનું અંતર રહ્યુ અને આટલા ફરકે રાજસ્થાનમાંથી વસુંધરા રાજે સિંધિયાને સત્તામાંથી બહાર કરી દીધા.

32 ટકા મત મેળવ્યા બાદ પણ રાજસ્થાનમાં એક પણ સીટ ન જીતી શકી કોંગ્રસ

32 ટકા મત મેળવ્યા બાદ પણ રાજસ્થાનમાં એક પણ સીટ ન જીતી શકી કોંગ્રસ

કોંગ્રેસ સાથે લાંબા સમયથી એ સમસ્યા રહી છે કે તે મત ટકાવારીની તુલનામાં સીટો મેળવી શકતી નથી પરંતુ આ વખતે ચૂંટણીમાં તેણે આ નબળાઈ અમુક હદ સુધી પાર કરી લીધી છે. રાજસ્થાનની જ ગઈ ચૂંટણીના આંકડા જોઈએ તો કોંગ્રેસની આ નબળાઈ સ્પષ્ટ રીતે ઉભરી આવે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 55.6 ટકા મતશેર સાથે રાજસ્થાનની બધી લોકસભા સીટો પર ભગવો લહેરાવ્યો હતો. જ્યારે કોંગ્રેસ પાર્ટી 30.7 ટકા મત મેળવ્યા બાદ પણ એક પણ સીટ પર જીત મેળવી શકી નહોતી. મધ્ય પ્રદેશની વાત કરીએ તો 2008 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 38ટકા વોટશેર સાથે 143 સીટો પર જીત મેળવી હતી. વળી, કોંગ્રેસ 32 ટકા મત મેળવ્યા બાદ પણ માત્ર 71 સીટો જ મેળવી શકી. આ રીતે 2013માં ભાજપે 45 ટકા વોટશેર સાથે 165 સીટો પર કબ્જો કર્યો તો કોંગ્રેસ 36 ટકા મતો સાથે માત્ર 58 સીટો જીતી શકી. હવે 2014 લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનના પરિણામો પર પણ નજર કરી લો.

લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ખરાબ રહ્યો સ્ટ્રાઈક રેટ

લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ખરાબ રહ્યો સ્ટ્રાઈક રેટ

જૂના આંકડા પર નજર કરવાથી માલુમ પડે છે કે કોંગ્રેસને ખરાબ સ્ટ્રાઈક રેટના કારણે કેટલુ નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ હતુ. 2014 લોકસભા ચૂંટણીનું જ ઉદાહરણ લઈએ. આ ચૂંટણીમાં કોંગ્રેસને 19.3 ટકા વોટશેર સાથે માત્ર 44 સીટો પર જીત મળી. હવે 2009માં ભાજપના પ્રદર્શન પર નજર કરીઓ. 2009 લોકસભા ચૂંટણી ભાજપે લાલકૃષ્ણ અડવાણમીના નેતૃત્વમાં લડી હતી અને પાર્ટીને કોંગ્રેસના હાથે સત્તા ગુમાવવી પડી હતી પરંતુ ત્યારે પણ ભાજપનો સ્ટ્રાઈક રેટ ઘણો સારો હતો. ભાજપને 2009માં 18.5 ટકા મત મળ્યા હતા અને તે 116 સીટોમાં સફળ રહ્યા હતા. એનો અર્થ કે 2014માં કોંગ્રેસને ભાજપની તુલનામાં મતો વધુ પરંતુ સીટો ઓછી મળી.

સૌથી ઓછો વોટશેર મેળવીને ભાજપે મેળવ્યો બહુમત

સૌથી ઓછો વોટશેર મેળવીને ભાજપે મેળવ્યો બહુમત

2014 લોકસભા ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસ 19.3 ટકા વોટશેર મેળવીને માત્ર 44 સીટો મેળવી શકી ત્યાં ભાજપે સ્ટ્રાઈક રેટ મામલે રેકોર્ડ બનાવી દીધો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે માત્ર 31 ટકા મતો જ ન મેળવ્યા પરંતુ 282 સીટો પર જીત પણ મેળવી લીધી. આ પહેલા કોંગ્રેસે 1967માં 40.8 ટકા મત સાથે 283 સીટો પર જીત મેળવી હતી. આ બંને પરિણામોની તુલના કરીએ તો ભાજપને લગભગ 10 ટકા મત ઓછા મળ્યા તેમછતાં તેણે કોંગ્રેસથી માત્ર એક સીટ ઓછી મેળવી. એક રીચે વોટશેર મામલે આ ભાજપનો ખરાબ રેકોર્ડ છે પરંતુ તેનો આ જ ખરાબ રેકોર્ડ કોંગ્રેસની મુસીબત બનતો જઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ મોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સઆ પણ વાંચોઃ મોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ

English summary
rajasthan election results 2018: Congress is winning with only half percent extra vote, now congress worst record of strike rate is bjp's biggest worry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X