For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં EVM ખોટકાયાં, મોદી સરકારના મંત્રીએ કલાકો સુધી લાઈનમાં રાહ જોવી પડી

EVM ખોટકાતાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા ભાજપના મંત્રી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં વિધાનસભાની 199 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન કેટલીય જગ્યાએ ઈવીએમ ખોટવાયાં હોવાના અહેવાલમ મળી રહ્યા છે અને આ કારણે ત્યાં મતદાન પુનઃ શરૂ થવામાં મોડું થઈ શકે છે. ઈવીએમ ખરાબ થવાના કારણે વોટિંગ કરવા પહોંચેલા કેન્દ્રીય મંત્રીએ બૂથ બહાર 2 કલાક સુધી લાઈનમાં ઉભવું પડ્યું. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ બીકાનેરમાં આજે સવારે વોટ આપવા માટે પહોંચ્યા હતા.

rajasthan

બીકાનેર પૂર્વમાં બૂથ નંબર 172 પર ઈવીએમ ખરાબ થવાના કારણે લાંબી લાઈન લાગી હતી અને આ કારણે કેન્દ્રીય મંત્રીએ 2 કલાક વધુ સમય સુધી રાહ જોવી પડી. અર્જુન મેઘવાલ સવારે 8 વાગ્યાથી લાઈનમાં ઉભા રહી ઈવીએમ બદલવામાં આવે તેનો ઈંતેજાર કરી રહ્યા હતા. હાલ, બીકાનેરના પોલિંબ બૂથ નંબર 172 પર ઈવીએમ બદલી લેવામાં આવ્યું છે. ઈવીએમ ખરાબ થવાના કારણે અહીં મતદાન પ્રભાવિત થયું છે. જયપુર, કોટા, બાડમેર, રાવતસર અને ઝુંઝનૂ સહિત કેટલાય જિલ્લામાં 30 ઈવીએમ ખરાબ થયાં છે. ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે જ્યાં મશીન ખરાબ થવાની સૂચના છે, ત્યાં ઈવીએમ તુરંત બદલવામાં આવી રહ્યાં છે.

કેટલાય જિલ્લામાં આવીએમ ખરાબ થવાના અહેવાલ

બીકાનેર જ નહિ, જાલોર જિલ્લામાં પોલિંગ બૂથ નંબર 253 અને 254 પર ઈવીએમ ખરાબ થવાના કારણે મતદાન અટકી ગયું, અહીં વોટરોએ ભારે હંગામો પણ કર્યો. બીકાનેરના જ કિસમિદેસર સ્થિત પોલિંગ બૂથ સંખ્યા 172માં ખરાબ ઈવીએમ બદલવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસે પણ ઈવીએમ ખરાબ થવાના અહેવાલો પર ભાજપ પર નિશાન સાધ્યું. જણાવી દઈએ કે મતદાન માટે બે લાખથી વધુ ઈવીએમ સાથે રાજ્યભરમાં વીવીપેટ મશીનન ઉપયોગ પહેલી વાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો- રાજસ્થાન ચૂંટણીમાં મતદાન પહેલા મતદારોને નશાનો ડોઝ, પકડાયો 1080 પેટી દારૂ

English summary
rajasthan elections EVM malfunctioning reports from several districts, Arjun Ram Meghwal had to wait in line
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X