For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન ચૂંટણીઃ મતદાન વચ્ચે સીએમના ચહેરા અંગે શું બોલ્યા સચીન પાયલટ

રાજસ્થાન કોંગ્રેસે સીએમ પદ માટે કોઈના નામનું એલાન કર્યુ નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે શુક્રવારે આ અંગે વાત કરી.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં વિધાનસભાની 199 સીટો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભાજપ અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે છે. ભાજપે એકવાર ફરીથી વસુંધરા રાજે પર ભરોસો વ્યક્ત કર્યો છે જ્યારે કોંગ્રેસે સીએમ પદ માટે કોઈના નામનું એલાન કર્યુ નથી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે શુક્રવારે આ અંગે વાત કરી.

આ પણ વાંચોઃ BREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપઆ પણ વાંચોઃ BREAKING: સિંગર મીકા સિંહની દુબઈમાં ધરપકડ, કિશોરીની છેડતીનો આરોપ

Sachin Pilot

સચિન પાયલટે કહ્યુ કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બહુમત મેળવ્યા બાદ અમે બધા બેસીને આ અંગે વાત કરીશુ. રાજસ્થાનમાં કોંગ્રેસે મુખ્યમંત્રી પદના ઉમેદવારનું એલાન કર્યુ નથી. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ પણ આ દરમિયાન સામે આવ્યુ છે. પાર્ટીએ ચૂંટણી પરિણામ આવ્યા બાદ સીએમના ચહેરાનું એલાન કરવાની વાત કરી છે.

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાને પછાડીને દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સેક્સી મહિલાઆ પણ વાંચોઃ પ્રિયંકા ચોપડાને પછાડીને દીપિકા પાદુકોણ બની એશિયાની સૌથી સેક્સી મહિલા

કોંગ્રેસ આ ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી રહી છે અને પાર્ટીના નેતાઓનું કહેવુ છે કે તે બહુમત મેળવવામાં સફળ રહેશે. બીજી તરફ વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપ રાજસ્થાનમાં પોતાની જીત ફરીથી મેળવવા માટે તમામ રણનીતિ અપનાવતી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 11 ડિસેમ્બરે ઘોષિત કરવામાં આવશે.

English summary
Rajasthan Elections: Sachin Pilot, on CM face from Congress: We will sit and discuss after getting majority
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X