• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજસ્થાન સરકારે ફુલ લૉકડાઉનનું એલાન કર્યું, જાણો શું ખુલ્લું અને શું બંધ રહેશે?

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર યથાવત છે. જે કારણે સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે ચરમ પર પહોંચી ગઈ છે. નિષ્ણાંતો સતત કેન્દ્ર સરકારને દેશવ્યાપી લૉકડાઉન લાગૂ કરવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ કેન્દ્રએ સંપૂર્ણ મામલો રાજ્ય ઉપર છોડી દીધો છે. જે બાદ મોટાભાગના રાજ્યોએ લૉકડાઉન જેવા પ્રતિબંધો લગાવી દીધા છે. આ દરમ્યાન ગુરુવારે રાજસ્થાન સરકારે એક મહત્વનું પગલું ઉઠાવ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં 10 મેની સવારે 5 વાગ્યેથી 24 મેની સવારે 5 વાગ્યા સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે.

લગ્નને લઈ આ નિયમ

લગ્નને લઈ આ નિયમ

 • 10 મેથી 24 મે સુધી સખ્ત લૉકડાઉન રહેશે. આ દરમ્યાન સ્કૂલ, કોલેજ, ઑફિસ અને બિનજરૂરી દુકાનો વગેરે બંધ રહેશે.
 • વિવાહ સમારોહ 31 મે બાદ જ આયોજિત કરાશે. વિવાહ સંબંધિત કોઈપણ પ્રકારના સમારોહ, ડીજે, જાન, પ્રીતિભોજ વગેરેની મંજૂરી 31 મે સુધી નહિ મળે.
 • સરકારે કોર્ટ મેરેજની મંજૂરી આપી છે, જેમાં મહત્તમ 11 લોકો સામેલ થઈ શકે છે. જેની સૂચના covidinfo.rajasthan.gov.in પર આપવી પડશે.
 • લગ્ન માટે ટેંટ, રસોયો વગેરે સંબંધિત સામાનોની હોમ ડિલીવરી નહિ થાય.
 • મેરેજ ગાર્ડન, મેરેજ હોલ વગેરે બંધ રહેશે. તેમણે આયોજનકર્તાઓ પાસેથી જે રૂપિયા એડવાન્સમાં લીધા છે તે પાછા આપવા પડશે અથવા તો આગળની તારીખ પર એ પૈસાથી જ આયોજન કરવું પડશે.
ધાર્મિક સ્થળ બંધ રહેશે

ધાર્મિક સ્થળ બંધ રહેશે

 • સરકાર મુજબ ગ્રામીણ ક્ષેત્રોમાં કેટલાય મામલા સામે આવ્યા છે, એવામાં મનરેગા કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.
 • તમામ ધાર્મિક સ્થળ બંધ રહેશે. ઘરે રહીને પૂજા કરવાની અપીલ.
 • હોસ્પિટલમાં દાખલ દર્દીના અટેંડેંટના સંબંધમાં ચિકિત્સા વિભાગ અલગ ગાઈડલાઈન લાવશે.
 • માત્ર મેડિકલ વાહનોને છૂટ મળશે, બાકી તમામ વાહનોના સંચાલન પર પ્રતિબંધ.
 • આંતરરાષ્ટ્રીય અને રાજ્યમાં સામાન લાવતા લઈ જતા વાહનો ચાલશે, પરંતુ નિયમો મુજબ જ તેમના અનલોડિંકનું કામ થશે.

અમદાવાદથી રેમડેસિવિર ઈંજેક્શન લાવી રહેલા વિમાનનુ ક્રેશ લેડિંગ, પાયલટ સહિત 3 ઘાયલઅમદાવાદથી રેમડેસિવિર ઈંજેક્શન લાવી રહેલા વિમાનનુ ક્રેશ લેડિંગ, પાયલટ સહિત 3 ઘાયલ

બહારથી આવનારાઓ માટે આ નિયમ

બહારથી આવનારાઓ માટે આ નિયમ

 • રાજ્યમાં મેડિકલ, અન્ય ઈમરજન્સી સેવાઓ છોડીને એક-બીજા જિલ્લા, ગામ અથવા શહેરોમાં જવા પર પ્રતિબંધ.
 • જે લોકો રાજ્યની બહારથી આવી રહ્યા છે, તેમણે RT-PCR રિપોર્ટ નેગેટિવ આપવો પડશે. સંદિગ્ધ વ્યક્તિઓએ 15 દિવસ સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં જવું પડશે.
 • શ્રમિકોનું પલાયન ના થાય, તે માટે ઉદ્યોગો અને નિર્માણ સંબંધિત એકમોના કાર્યને મંજડૂરી. શ્રમિકો સંબંધિત જાણકારી જિલ્લા પ્રશાસનને આપવી પડશે.
 • 30 એપ્રિલે જે જન અનુશાસનના નિયમો લાગૂ થયા હતા તે પણ ચાલુ રહેશે.
 • ડીએમ, કલેક્ટર અને પોલીસ કમિશ્નર જિલ્લામાં પોતાના હિસાબે પ્રતિબંધ લગાવી શકે છે.
English summary
Rajasthan government announces full lockdown, here is what will be open and what will be closed?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X