For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુર્જર આરક્ષણ આંદોલન પહેલા 167 ગામોમાં ઈન્ટરનેટ બંધ

રાજસ્થાનમાં ફરી એકવાર ગુર્જર સમુદાય આરક્ષણ માંગ માટે મોટું આંદોલન કરવાની તૈયારીમાં છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં ફરી એકવાર ગુર્જર સમુદાય આરક્ષણ માંગ માટે મોટું આંદોલન કરવાની તૈયારીમાં છે. આરક્ષણ આંદોલન અંગેની ભનક જેવી પ્રશાશનને મળી તેમને પગલાં ભરવાના શરુ કરી દીધા. રેલવે પણ સતર્ક થઇ ગયું અને તેને નાથવા માટે મોટા પાયે સુરક્ષાબળ વ્યવસ્થા કરી. આરક્ષણ માંગ અંગે આંદોલન વિશે ખબર સરકારને મળી ચુકી છે. સરકારે ભરતપુર સભાગીયા 80 પંચાયતોના 167 ગામોમાં ઈન્ટરનેટ સેવા પર 15 મેં સાંજ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ગુર્જર સમુદાય 15 મેં દરમિયાન બયાના માં આરક્ષણ આંદોલન શરુ કરવા જઈ રહ્યા છે.

gurjar andolan

આરક્ષણ આંદોલન અંગેની ભનક જેવી પ્રશાશનને મળી ત્યારે કલેક્ટરે ગુર્જર નેતા કિશોરી સિંહ બેસલા સાથે વાતચીત કરવા માટે પ્રસ્તાવ રાખ્યો. ગુર્જર સમુદાય આરક્ષણ માંગ સતત કરી રહ્યું છે અને તેમને આંદોલનને કારણે સરકારી સંપત્તિને વધુ નુકશાન થઇ રહ્યું છે. રેલવે પણ આ આંદોલન માટે સતર્ક છે અને સુરક્ષા માટે પગલાં લઇ રહ્યું છે.

આપણે જણાવી દઈએ કે ગુર્જર સમુદાય ઘ્વારા વર્ષ 2007 દરમિયાન 29 મેં થી 5 જૂન સુધી સાત દિવસ આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં 38 લોકો માર્યા ગયા હતા. આ આંદોલનની ઝપેટમાં 22 જિલ્લા પણ શામિલ હતા. ત્યારપછી 23 મેં થી 17 જૂન 2008 દરમિયાન 27 દિવસ સુધી ગુર્જર આંદોલન ચાલ્યું. જેમાં 30 કરતા પણ વધારે લોકો માર્યા ગયા. આ આંદોલનનું વ્યાપક રૂપ જોવા મળ્યું. જેની ઝપેટમાં 9 રાજ્યો રહ્યા હતા.

ગુર્જર સમુદાય ઘ્વારા કરવામાં આવતી આરક્ષણ માંગ અંગે રેલવેને પણ ભારે નુકશાન ભોગવવું પડે છે. કેટલાક દિવસો સુધી રેલવે સેવા પણ ખોરવાઈ જાય છે. તેના સિવાય રેલવે પાટાને પણ નુકશાન થાય છે. આ પ્રકારના આંદોલન થી રેલવેને કરોડો રૂપિયાનું નુકશાન થઇ ચૂક્યું છે.

English summary
Rajasthan gujjar agitation reservation internet services banned in 167 villages bharatpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X