For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન: જ્ઞાનદેવ આહુજાએ ભાજપ છોડ્યું, એકલા ચૂંટણી લડશે

રાજસ્થાન ભાજપના વિવાદિત નેતા જ્ઞાનદેવ આહુજાને પાર્ટીએ આ વખતે ટિકિટ નથી આપી, જેને કારણે નારાજ આહુજા રાજીનામુ આપી ચુક્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન ભાજપના વિવાદિત નેતા જ્ઞાનદેવ આહુજાને પાર્ટીએ આ વખતે ટિકિટ નથી આપી, જેને કારણે નારાજ આહુજા રાજીનામુ આપી ચુક્યા છે. એટલું જ નહીં પરંતુ તેમને નિર્દલીય ચૂંટણી લડવા માટેનું એલાન પણ કરી દીધું છે. જ્ઞાનદેવ આહુજાએ જયપુરની સાંગાનેર વિધાનસભા સીટથી નિર્દલીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. જ્ઞાનદેવ આહુજાને હિંદુત્વને આધારે રાજનીતિ કરતા નેતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જે રીતે ભાજપે તેમને પત્તુ કાપ્યું છે ત્યારપછી તેમને એકલા જ ચૂંટણીમાં ઉતરવા માટે જાહેરાત કરી છે.

આ પણ વાંચો: આંબેડકર નહીં, હનુમાન આદિવાસીઓના પહેલા ભગવાન: બીજેપી એમએલએ

સાંગાનોર વિધાનસભાથી ચૂંટણી લડશે

સાંગાનોર વિધાનસભાથી ચૂંટણી લડશે

રાજસ્થાન ભાજપના વિવાદિત નેતા જ્ઞાનદેવ આહુજ એ પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીને પોતાનું રાજીનામુ મોકલી આપ્યું છે. તેને કહ્યું કે પાર્ટીએ મને ટિકિટ નહીં આપી તેના માટે મને કોઈ જાણકારી પણ નહીં આપી અને કારણ પણ નહીં જણાવ્યું. તેમને કહ્યું કે તેમને પોતાના પરિજનો અને સમર્થકોના દબાણમાં રાજીનામુ આપ્યું છે અને હવે તેઓ સાંગાનોર વિધાનસભાથી ચૂંટણી લડશે. આપને જણાવી દઈએ કે જ્ઞાનદેવ આહુજા હાલમાં રાજસ્થાનના અલ્વર જિલ્લાના રામગઢથી ભાજપા વિધાયક છે.

વિવાદિત નિવેદનો

વિવાદિત નિવેદનો

મોબ લિંચિંગ પર બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જનતાએ આવા મામલે પોલીસને જાણકારી આપવી જોઈએ, જાતે હિંસા નહીં કરવી જોઈએ, ભીડ તસ્કરોને બે ચાર થપ્પડ મારીને પોલીસને સોંપી દેતી. સૂત્રો ઘ્વારા જાણવા મળ્યું છે કે પોલીસે મૃતકની કસ્ટડીમાં પીટાઈ કરી હતી. પોલીસે બતાવવા માંગતી હતી કે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. આખા મામલે જાંચ થયા પછી જ ખબર પડશે કે હત્યા ભીડ ઘ્વારા કરવામાં આવી છે કે પછી પોલીસ પિટાઈમાં મૌત થયી છે.

ગૌરક્ષા, રામ મંદિર અને હિંદુત્વના મુદ્દા પર ચૂંટણી લડશે

ગૌરક્ષા, રામ મંદિર અને હિંદુત્વના મુદ્દા પર ચૂંટણી લડશે

આ પહેલા વર્ષ 2013 દરમિયાન ઘનશ્યામ તિવારીએ સાંગાનેરથી જીત નોંધાવી હતી પરંતુ પાર્ટી સાથે મતભેદને કારણે તેમને અલગ પાર્ટીનું ગઠન કર્યું. જ્ઞાનદેવ આહુજા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ગૌરક્ષા, રામ મંદિર અને હિંદુત્વના મુદ્દા પર ચૂંટણી લડશે. આપને જણાવી દઈએ કે રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે ચૂંટણી થવા જઈ રહી છે, જયારે 11 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થશે.

English summary
Rajasthan: Gyandev Ahuja quits BJP to contest as independent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X