For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાતિસૂચક ટિપ્પણી: રાજસ્થાન હાઇકોર્ટે સલમાનને આપી રાહત

જાતિવાચક શબ્દ બોલવા મામલે રાજસ્થાન હાઇકોર્ટે સલમાન ખાન વિરુદ્ધ દાખલ કરેલી એફઆઇઆર મામલે તપાસ પર રોક લગાવી છે. આ અંગે વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન હાઇકોર્ટે સલમાન ખાન વિરુદ્ધ દાખલ કરેલી એફઆઇઆર મામલે તપાસ પર રોક લગાવી છે. રાજસ્થાનના ચુરુમાં સલમાન ખાન વિરુદ્ઘ દાખલ ફરિયાદમાં દાખલ કરવામાં આવી હતી. અનુસુચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ કાયદા હેઠળ સલમાન ખાન વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવ્યો હતો. જેમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાને જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. અને તેના લીધે જ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જસ્ટીસ સંદિપ મહેતાએ કોર્ટમાં આ મામલે સલમાન ખાનને રાહત આપતા આ કેસની તપાસ પર રોક લગાવી દીધી છે. સલમાનની તરફથી વરિષ્ઠ વકીલ મહેશ બોડા અને નિશાંત બોડોએ તેમનો કેસ કોર્ટમાં સંભાળ્યો હતો. જે પછી વાલ્મિકિ સમાજ દ્વારા આ પર 22 ડિસેમ્બરના રોજ કેસ ચરુમાં દાખલ કરવામાં આવ્યો હતો.

salman

આ મામલે શિલ્પા રાજકુન્દ્રા પર પણ આઇપીસી ધારા 153 હેઠળ અને એસસી એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ટાઇગર જિંદા હૈ નામની ફિલ્મના પ્રમોશન વખતે કરવામાં આવેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાન ખાને આ મામલે જાતિવાચક ટિપ્પણી જાહેરમાં કરી હતી. તે પછી આ ફિલ્મને લઇને પણ વાલ્મિકી સમાજ વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે આ પછી બંન્ને બોલીવૂડ સ્ટારે આ અંગે માફી પણ માંગી હતી. તેમ છતાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વધુમાં સલમાન ખાન અને શિલ્પા વિરુદ્ધ મુંબઇના અંધેરી પોલીસ સ્ટેશનમાં પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

English summary
Rajasthan HC stays investigation against Salman Khan for alleged casteist remark against Valmiki community.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X