રાજસ્થાન: એરફોર્સ સ્ટેશન પાસે જીવતો મોર્ટાર બૉમ્બ મળ્યો
રાજસ્થાનના નલ-બિકાનેર એરપોર્ટ સ્ટેશન નજીક જીવતો મોર્ટાર બૉમ્બ મળવાથી હડકંપ મચી ગયો છે. તેની સૂચના મળતા જ ભારતીય વાયુસેનાના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા. શરુઆરી જાણકારી અનુસાર આ જીવતો બૉમ્બ નાલ એરપોર્ટ સ્ટેશનથી થોડે દૂર હાઇવે પાસે રાખવામાં આવ્યો હતો.
પોલીસ તરત જ જગ્યા પર પહોંચી ગઈ અને લોકોને આસપાસ પસાર થવાથી રોકી દીધા. હજુ પણ આ વિશે જાણકારી નથી મળી શકી કે આખરે કોણે આ બૉમ્બ ત્યાં રાખ્યો હતો. મળતી જાણકારી અનુસાર વાયુસેના અને પોલીસ અધિકારીઓ ઘ્વારા બૉમ્બ ડિફ્યુઝ કરવા માટે તેને પોતાના કબ્જામાં લેવામાં આવ્યો છે. 81 એમએમ મોર્ટાર બૉમ્બ પર નામ સાથે એક્સપ્લોઝિવ લખ્યું છે. આ બૉમ્બ નેશનલ હાઇવે પર નલ એરફોર્સ સ્ટેશન થયો થોડે દૂર રસ્તા પર મળ્યો હતો.
Rajasthan: Live mortar bomb found near Nal-Bikaner Air Force Station, Indian Air Force officials present at the spot. pic.twitter.com/AZOhMcKva4
— ANI (@ANI) April 3, 2019