For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રાજસ્થાનના મંત્રી મમતા ભૂપેશે જાતિ માટે કહી એવી વાતો.. સોશિયલ મીડિયામાં વાયરલ

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં એકમાત્ર મહિલા મંત્રી મમતા ભૂપેશના વિવાદિત નિવેદન બોલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં એકમાત્ર મહિલા મંત્રી મમતા ભૂપેશના વિવાદિત નિવેદન બોલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આના કારણે મમતા ભૂપેશ વિરોધીઓના નિશાના પર આવી ગઈ છે. જાણકારી અનુસાર સોમવારે અલવર જિલ્લાના રેણીમાં બેરવા સમાજ તરફથી બેરવા દિવસ તેમજ પ્રતિભા સમ્માન સમારંભ કાર્યક્રમ હતો જેમાં રાજસ્થાનની મહિલા તેમજ બાળ વિકાસ રાજ્ય મંત્રી મમતા ભૂપેશ પણ શામેલ થયા.

mamta bhupesh

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોની માનીએ તો મમતા ભૂપેશે બેરવા સમાજના આ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે જ્યાં પણ તમને મારી જરૂર હશે હું પીઠ નહિ બતાવુ. મારુ કામ પહેલા મારી જાતિ માટે હશે. ત્યારબાદ આપણા સમાજ માટે પછી સર્વ સમાજ માટે હશે. મંત્રી મમતા ભૂપેશનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલુ છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે કોંગ્રેસ સરકાર ભાજપ પર જ જાતિવાદ, ધર્મ અને સાંપ્રદાયિકતા ફેલાવવાનો આરોપ લગાવતી રહી છે પરંતુ કોંગ્રેસ સરકારના મંત્રીઓએ પણ જાતિ માટે આવી નિવેદનબાજી ન કરવી જોઈએ.

મમતા ભૂપેશે આપી સફાઈ

જાતિવાદ માટે આપેલા નિવેદન પર મંત્રી મમતા ભૂપેશે સફાઈ આપતા કહ્યુ કે કાર્યક્રમમાં બેરવા સમાજના લોકોને સમાજ માટે કામ કરવા તત્પર રહેવા અને જરૂર પડવા પર એકબીજા માટે સહયોગ કરવાનું આહવાન કર્યુ હતુ. કાર્યક્રમ બાદ સમાજના લોકોએ પણ સમાજની એકતા જાળવી રાખવાનો સંકલ્પ લીધો.

આ પણ વાંચોઃ કાદરખાનના યાદગાર ડાયલૉગ જેણે અમિતાભ બચ્ચનને એંગ્રીયંગમેન બનાવ્યાઆ પણ વાંચોઃ કાદરખાનના યાદગાર ડાયલૉગ જેણે અમિતાભ બચ્ચનને એંગ્રીયંગમેન બનાવ્યા

English summary
rajasthan Minister mamta Bhupesh Speech on casteism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X