For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના મંત્રીએ સીએમના પોસ્ટર પર પેશાબ કર્યો

રાજસ્થાનના એક મંત્રીને તે સમયે લોકોની સામે શર્મિંદા થવું પડ્યું જયારે સાર્વજનિક સ્થળ પર પેશાબ કરતા તેમની એક ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થવા લાગી.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના એક મંત્રીને તે સમયે લોકોની સામે શર્મિંદા થવું પડ્યું જયારે સાર્વજનિક સ્થળ પર પેશાબ કરતા તેમની એક ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થવા લાગી. રાજસ્થાન સરકારમાં મંત્રી અને ભાજપ નેતા શંભુ સિંહ ખાતેસર વાયરલ ફોટોમાં દીવાર પર પેશાબ કરતા જોવા મળી રહ્યા છે. મંત્રી જ્યાં પેશાબ કરી રહ્યા છે તે દીવાર પર મુખ્યમંત્રી વસુંધરા રાજેનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે તે સમયે બાજુમાં ભાજપની રેલી પણ ચાલી રહી હતી.

રાજસ્થાનના મંત્રી ખુલ્લામાં પેશાબ કરતા જોવા મળ્યા

રાજસ્થાનના મંત્રી ખુલ્લામાં પેશાબ કરતા જોવા મળ્યા

આ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા શંભુ સિંહ ખાતેસરનો મજાક ઉડવા લાગ્યો. જયારે આ વિવાદ વધવા લાગ્યો ત્યારે ભાજપા મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખુલ્લામાં પેશાબ કરવો જૂની પરંપરા રહી છે. તેમને સીએમના પોસ્ટર પાસે પેશાબ કરવાની વાતથી ઇન્કાર કર્યો છે.

સોશ્યિલ મીડિયા પર ફોટો વાયરલ થયો

રાજસ્થાનના મંત્રી શંભુ સિંહ ખાતેસર ઘ્વારા ખુલ્લામાં પેશાબ કરવા અંગે સોશ્યિલ મીડિયા પર સ્વચ્છ ભારત અભિયાન અંગે પણ મજાક ઉડવા લાગ્યો. ઘણા લોકોએ ભાજપા મંત્રીની આલોચના કરી. ત્યારપછી મંત્રી શંભુ સિંહ સ્વચ્છ ભારત અભિયાનની બચાવ કરતા જોવા મળ્યા. તેમને કહ્યું કે ખુલ્લામાં શૌચાલય કરવું અને પેશાબ કરવું બંને અલગ અલગ બાબત છે.

રાજસ્થાનના મંત્રી શંભુ સિંહએ પોતાનો બચાવ કર્યો

રાજસ્થાનના મંત્રી શંભુ સિંહએ પોતાનો બચાવ કર્યો

ભાજપા મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખુલ્લામાં શૌચ કરવાથી ઘણી બીમારીઓ થાય છે, જયારે ખુલ્લામાં પેશાબ કરવો કોઈ મોટો મામલો નથી, જ્યાં સુધી તેને એકાંતમાં કરવામાં આવે. ભાજપા મંત્રી શંભુ સિંહ ખાતેસર ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે જગ્યા પર તેને પેશાબ કર્યો તે જગ્યા પુરી રીતે એકાંતમાં હતી.

English summary
Rajasthan minister Shambhu Singh Khatesar Urinating In Public, photo goes Viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X